મોરબી લાયન્સ કલબ દ્વારા ગાંધી જયંતી નિમિતે ઈકોફ્રેન્ડલી ૩૫૦૦ બેગનું વિતરણ
માળીયા(મી) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે પરિવારને અડફેટે લેતા માતા-દિકરાનું મોતઃ યુવાન ગંભીર
SHARE
મોરબી જિલ્લામાં થોડા દિવસો પહેલા લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે માતાના મઢ જતા પદયાત્રીને વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની શાહી સુકાઇ નથી ત્યાં આજે માળીયા તાલુકામાં હરીપર ગામના પાટિયા પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં માતાના મઢ જતા પતિ, પત્ની અને તેના બાળકને વાહનચાલકે અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જોકે યુવાન અને તેના બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં હરીપર ગામના પાટીયા પાસે શહેરનશાવલીની દરગાહ આવેલ છે ત્યા અકસ્માત થયો છે જેમા માતાના મઢ જતા પદયાત્રીઓને ટ્રક ચાલકે અડફેટે લેતા મહિલા અને તેના ઇજાગ્રસ્ત દિકરાનું મોત નિપજયુ છે સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પતિ, પત્ની અને તેના બાળકને વાહનચાલકે અડફેટે લીધા હતા જેમા કૈલાસબેન હરપાલભાઇ ધામેચા ઉંમર વર્ષ ૩૩ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ અને તેના પતિ ધામેચા હરપાલભાઇ અને તેના દીકરા ધાર્મિકને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જો કે, સારવાર દરમ્યાન ધાર્મિક (૪) નામના બાળકનું પણ મોત થયુ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે હાલમાં માળિયા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે વઘુમાં પોલીસ સુત્રો પાસેોતઈ જાણવા મળેલી મહિતી મુજબ હરપાલભાઇ ધામેચા માળીયા તાલુકાના નવાગામ ધરમનગરના રહેવાસી છે અને તે તેના પરિવાર સાથે માતાના મઢ દર્શન કરવા માટે જતા હતા