માળીયા(મી) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે પરિવારને અડફેટે લેતા માતા-દિકરાનું મોતઃ યુવાન ગંભીર
મોરબી તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં ભાજપ દ્વારા આચારસંહિતાની ઐસીતૈસીઃ શુક્રવારે મોડી રાતે વાજતે ગાજતે પ્રચાર !, કોંગ્રેસે કરી ફરીયાદ
SHARE
મોરબી તાલુકા પંચાયતની ૨૬ -ત્રાજપર - ર બેઠકની ચુંટણી માટે કાલે મતદાન થવાનું છે તે પહેલા આજે જીલ્લા ભાજપ દ્વારા આંચાર સહિંતાનો ભંગ કરીને ગઇકાલે મોડી રાત સુધી વાજતે ગાજતે ચુંટણી પ્રચાર કરાયો હતો જેથી ભાજપના ઉમેદવારને ગેરલાયક ઠરાવવાની આચાર સંહિતા ભંગની મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગ કરેલ છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલ દ્વારા ચુંટણી અધિકારીને લેખિતમાં આચારસંહિચતા ભંગની રજુઆત કરવામાં આવી છે જેમા તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા પંચાયત ૨૬ ત્રાજપર -૨ ની પેટા ચૂંટણીમાં તા ૧/૧૦ ના સાંજના પાંચ પછી રાત્રે ત્રાજપર -૨ માં આવતા માળીયા વનાળીયામાં ભાજપના ઉમેદવાર દેવજીભાઈ વરણીયા તથા કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે જાહેર રેલી કરીને ભાજપના ખેસ સાથે પ્રચાર કરી ખુલ્લે આમ આચાર સંહિતા ભંગનું ઉલ્લંઘન કરેલું છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી, આચાર સહિતાના ઉલ્લંઘન બદલ ઉમેદવારને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કાલે મતદાનના દિવસે મતદાન મથક અંદર તથા મતદાન મથક બહાર નોન સ્ટોપ સવારે ૭ વાગ્યા થી સાંજ ના ૬ વાગ્યા સુધી વિડિયો શુટીંગ કરવાની માંગ કરી છે