મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામેથી અનેરા ઉત્સાહ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર


SHARE









હળવદના ટીકર ગામેથી અનેરા ઉત્સાહ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર

હળવદ તાલુકાના ટીકર ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવે જણાવ્યું હતું કે,  ભારત આઝાદ થયા બાદ કેવી રીતે હાલ આપણો દેશ ઝીરો થી હીરો સુધી પહોંચ્યો છે તે સફરની સાક્ષી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની રહી છે. વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થાય છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે આપણી ભૂમિકા શું છે તે વિચારને આ રથ દ્વારા ઉજાગર કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે સર્વે ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ગ્રામ પંચાયતને ૧૦૦% નળ જોડાણ માટે તેમજ ઓડીએફ પ્લસ મોડેલ ગામ માટે પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું હતું. અને કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન વગેરે અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હળવદ મામલતદાર પરમાર, હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, ખેતી અધિકારી હસમુખ ઝીંઝુવાડીયા, તાલુકા પંચાયત સભ્ય ધર્મેન્દ્રભાઈ ઓરવાડીયા, સીડીપીઓ મમતાબેન શાળાના શિક્ષકઓ અને સ્ટાફ તેમજ ટીકરના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




Latest News