મોરબીમાં સિપાહીવાસ પાસેથી 154 બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક પકડાયો, બે શખ્સોની શોધખોળ મોરબીના ફડસર ગામે ખરાબાની જગ્યામાંથી 1164 બોટલો દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ વાંકાનેરના કોટડા નાયણી ગામ પાસેથી એલસીબીની ટીમે કારમાંથી 836 બોટલ દારૂ પકડ્યો, 8.10 લાખનો મુદામાલ કબ્જે માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: જોધપર નદી ગામે વોકડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હળવદ-મોરબીમાં જુગારની 4 રેડમાં 12 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વારૂપ સહાય સમિતિ દ્વારા ૮ મો સમૂહલગ્નનું આયોજન: નામ નોંધણી શરૂ


SHARE







મોરબીમાં ગંગા સ્વારૂપ સહાય સમિતિ દ્વારા ૮ મો સમૂહલગ્નનું આયોજન: નામ નોંધણી શરૂ

મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, લાયન્સ ક્લબ મોરબી સીટી, ચિત્રા હનુમાનજી ધૂન મંડળ, શ્રી રામ યોગ કેન્દ્ર, પી.જી. પટેલ કોલેજ અને સાંઈ મંદિર રણછોડનગર મોરબી દ્વારા આગમી તા. ૨૪/૨/૨૪ ના રોજ ગંગાસ્વારૂપ બહેનોની દીકરીઓનો આઠમો સમૂહલગનોસત્વ યોજાશે

છેલ્લા ૭ વર્ષમાં ૨૭૫ દીકરીઓને મોરબી શહેરના ઉદારદીલ દાતાઓ દ્વારા ધામધૂમથી સ્વસુરગૃહે વિદાય આપવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, દેવકારણભાઈ આદ્રોજા તથા ચંદ્રકાન્તભાઈ દફતરી દ્વારા ૧૩ વર્ષથી મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ કાર્યરત છે, જેમાં વિધવા બહેનોને દર મહિને અનાજ, કપડાં, દવા, અને તેના સંતાનો ને રાહત દરે અભ્યાસ કરાવવામાં આવે છે  જે દીકરીઓના લગ્ન કરી આપેલ છે તે દીકરી પગભેર થાય તે માટે તેને શિવણના કલાસીસ કરાવી અને શીલાઈ મશીન ફ્રિ માં વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત આવી દીકરીઓને બ્યુટી પાર્લરનો કોર્ષ કરાવી અને કીટ ફ્રિ માં આપવાના આવે છે જેના ફળ સ્વારૂપે દરમહિને આ દીકરીઓ સારી એવી રકમ પોતાના કુટુંબ માટે દર મહિને કમાતી થઈ ગઈ છે

આગામી તા ૨૪/૨/૨૪ ના રોજ મોરબીના રણછોડનગરમાં આવેલ શ્રી સાંઈ મંદિર ખાતે આઠમો સમૂહ લગનોસત્વ યોજાનાર છે તેમાં વિધવા બહેનોની દીકરીઓ જો લાભ લેવા માગતા હોઈ તે આગમી તા. ૨૪/૧/૨૪ સુધીમાં શ્રી સાઈ મંદિર રણછોડનગર મહંત બાબુભાઇ (૯૯૦૯૨૧૫૭૫૫) ટી.સી. (૮૮૪૯૯૪૮૯૨૫) અને રણછોડભાઈ પટેલ (૯૮૨૫૮૦૮૨૮૨)નો સંપર્ક કરીને નામ નોંધાવવાનું રહેશે ત્યાર બાદ કોઈ નામ લેવામાં આવશે નહીં અને ખાસ કરીને મંદિરેથી ફૉર્મ લઈને જરૂરી આધાર પુરાવા સાથે તે ફોર્મ પાર્ટ તા ૨૪/૧/૨૪ સુધીમાં આપવાનું છે આ ભગીરથ યજ્ઞમાં સહયોગ આપવા ઇચ્છતા દાતાઓએ એક કન્યાને કન્યાદાન માટે ૫૧,૦૦૦, એક કન્યા રોજી રોટી રળી શકે તે માટે એક શીલાઈ મશીનના ૭૫૦૦ અને એક કન્યાને બ્યુટી પાર્લરની કીટ માટે ૭૦૦૦ આપીને આર્થિક સહયોગ આપી શકે છે અને લગ્ન કંકોત્રીમાં ૧૦૦૧ થી વધુ રકમ આપનારનું નામ દાતાના લિસ્ટમાં અંકિત કરવામાં આવશે તેવું દેવાકરણભાઈ આદ્રોજા તથા ચંદ્રકાન્ત દફ્તરીએ યાદીમાં જણાવ્યુ છે






Latest News