ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા ચાર સ્થળે લોકોના જાનમાલને બચાવવા ફાયરની ટીમે કર્યું રેસક્યું


SHARE







મોરબીમાં જુદાજુદા ચાર સ્થળે લોકોના જાનમાલને બચાવવા ફાયરની ટીમે કર્યું રેસક્યું

મોરબીમાં કોઈપણ સ્થળે આકસ્માત થાય ત્યારે બચાવ રાહતની કામગીરી માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટિમ ત્યાં દોડી જાય છે ત્યારે ગઇકાલે એક જ દિવસમાં જુદીજુદી ચાર જગ્યાએ ઘટનાઓ બની હતી જેથી કરીને સતત રેસ્ક્યુ અને ફાયરની ટિમ દોડતી રહી હતી જેમાં મોરબીના ધુટું પાસેથી પસાર થતી કેમનમાં યુવાન ડૂબી ગયો હતો જેને શોધવા માટે કવાયત કરી હતી અને ૧૪ કલાકની ભારે જહેમત બાદ શકુરબસલ રાયસી (૨૨) રહે. કચ્છ ભુજ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો જેને બહાર કાઢીને હોસ્પિટલે ખસેડાયો હતો ત્યાર બાદ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં અનુપમ સોસાયટી નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર ઈલેક્ટ્રીક લાઇટનાં ટીસીના કારણે કચરાના ઢગલામાં આગ લાગેલ હતી ત્યાં જઈને આગ ઉપર પાણીનો મારો કરીને આગને કાબુમાં લીધેલ હતી તો મોરબીમાં સામાકાંઠે માળિયા ફાટકથી આગળ ઉમિયા હોટલની પાછળ પીડબ્લ્યુનાં રહેવાના કવાટર (ઘર)માં આગ લાગી હતી જેની મામદભાઈ આદમભાઈ મોવર દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી ટિમ ત્યાં પહોચી હતી અને આગને કાબુમાં લીધેલ હતી જો કે, એક રૂમનો સામાન બળીને ખાખ થઈ ગયેલ હતો ગઈલ બીજા રૂમના સામાનને ફાયરની ટીમે સહીસલામત બચાવેલ હતો આ કામગીરી લીડિંગ ફાયરમેન જયેશ ડાકી અને ફાયર સ્ટાફએ કરી હતી તો વાવડી રોડ યપર સ્વસ્તિક સોસાયટીમાં વાડામાં પડેલ જીજે ૧ દીન ૭૫૦૩ બાઈકમાં આગ લાગતાં ત્યાં બાજુમાં જ ગેસનો બાટલાને સ્ટોર કરેલ હતો જો કે, ફાયરની ટીમે તાત્કાલિક કામ કરીને મોટી દુર્ઘટના અટકાવી હતી






Latest News