મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ પાસે પ્રદૂષણ રોકવા સ્ટીલના કારખાનાની તમામ મંજૂરીઓ રદ્દ કરવા ગ્રામજનોની માંગ


SHARE













વાંકાનેરના કણકોટ પાસે પ્રદૂષણ રોકવા સ્ટીલના કારખાનાની તમામ મંજૂરીઓ રદ્દ કરવા ગ્રામજનોની માંગ

વાંકાનેર તાલુકાનાં કણકોટ ગામે ગ્રામસભા બોલાવવામાં આવી હતી જે ગ્રામસભામાં સર્વાનુમતે કણકોટ ગામની ગૌચરમાંથી ફુલેત્રા સ્ટીલ એલએલપી અને સફર ઇકોપેટ દ્વારા જે ગેરકાયદેસર રસ્તો બનાવેલ છે તેને ૭ દિવસમાં બંધ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટને સરકાર દ્વારા આપવામાં આવેલ પર્યાવરણીય મંજૂરી રદ કરવામાં આવે તેના માટે ઠરાવ ગ્રામસભામાં પસાર કરવામાં આવેલ છે તેની અમલવારી કરવા માટે કણકોટના ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

વાંકાનેરના કણકોટ ગામની સીમમાં ફુલેત્રા સ્ટીલ એલએલપી કંપની કૂલ ૭.૪૯ હેકટર જમીન પર બનાવવામાં આવેલ છે અને તેમાં કોલસા આધારિત કેપ્ટિવ ૨૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ દરરોજ ૬૩૦ ટન કોલસો વાપરાશે જેના કારણે હવા, પાણી અને જમીન પ્રદૂષણના પ્રશ્નો ઊભા થયા છે અને સ્ટીલ પ્લાન્ટ માટેની ભઠ્ઠી સતત ૨૪ કલાક કાર્યરત રહેશે જેને કારણે આ વિસ્તારનું તાપમાન વધશે અને કોલસાને કારણે કોલસાની ભૂકી અને ફ્લાયએશના કારણે આજુબાજુના વિસ્તારમાં માનવ સ્વસ્થ, ખેતી અને પશુઓને નુકશાન થશે. હાલમાં એક યુનિટ ચાલુ કરેલ છે ત્યાં પ્રદૂષણનું સમ્રાજ્ય ઉભું થયું છે. અને આ કારખાનામાં જે પાણીની જરૂર છે તે રીપોર્ટ પ્રમાણે નર્મદા કેનાલમાંથી લેવાનું હતું તેના બદલે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમજ તેમાંથી ગંદુ પાણી નીકળશે તે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. જો આ પાણી અહી નીકળશે તો તેનાથી સ્થાનિક ખેતી અને ભૂગર્ભ જળ પર વિપરીત અસર પડશે. અને પર્યાવરણને નુકશાન થશે

આ વિસ્તારના ખેડૂતો મુખ્ય પાક કપાસ, શાકભાજી, મગફળી, જીરું, ઘઉં, ચણાની ખેતી કરતા હોય જેમાં કોલસાની ભૂક્કી અને કોલસાની રાખના કારણે નુકશાન થાય છે અને આ વિસ્તારમાં ભારે હવા, પાણી અને જમીન પ્રદૂષણ થાય છે અને આ પ્રદૂષણ માટે જીપીસીબીમાં પણ રજૂઆત કરેલ છે જો કે, કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી કરીને હાલમાં વાંકાનેરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને લોકોએ પ્રદૂષણ રોકવા, ખેતીની ફળદ્રુપ જમીન અને પાકને થનાર નુકશાન અટકાવવા અને લોકોના આરોગ્ય તેમજ જીવસૃષ્ટિની રક્ષા માટે આ સ્ટીલ પ્લાન્ટની પર્યાવરણીયમંજૂરી રદમાં આવે તેવી માંગ કરી છે અને જે શરતોને આધીન મંજૂર આપી હતી તે શરતોનું પાલન થતું ન હોય ગ્રામજનો દ્વારા તમામ મુદાઓને ધ્યાન લઈને ફુલેત્રા સ્ટીલ એલએલપીને આપવામાં આવેલ પર્યાવરણીય મંજૂરી, બિનખેતી મંજૂરી, લે-આઉટ પ્લાનની મંજૂરી આ બધી મંજૂરીઓ તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ કરવામાં આવેલ છે અને જો અહીના અધિકારીઓ પગલાં લેવામાં નિષ્ફળ જશો તો ના છુટકે અધિકારી સહિતનાઓની વિરુદ્ધ નેશનલ ગ્રીન ટીબ્યુનલમાં પર્યાવરણીય મંજૂરીને ચેલેન્જ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News