મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે તાજા જન્મેલ મૃત બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના ટીકર ગામે તાજા જન્મેલ મૃત બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ટીકર ગામે ઢસી રોડ ઉપર પ્લોટ વિસ્તાર નજીક કોઈ અજાણી મહિલા તાજુ જન્મેલું મૃત બાળક ત્યજીને ચાલી ગઈ હતી જે અંગે હાલમાં ટીકર ગામે રહેતા આગેવાને અજાણી મહિલાની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને બાળકને ત્યજીને નાશી ગયેલ મહિલાને શોધવા માટે તેને કવાયત શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અને ખેતી કામ કરતા ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડીયા જાતે પટેલ (૪૭)એ હાલમાં અજાણી મહિલાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટીકર ગામે ઢસી રોડ પ્લોટ વિસ્તારમાં કોઈ અજાણી મહિલા તાજુ અને કાચું જન્મેલ બાળક મૃત હાલતમાં ત્યજીને ચાલી ગયેલ છે જેથી કરીને હાલમાં આગેવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી મહિલાની સામે આઇપીસી કલમ ૩૧૮ મુજબ ગુનો નોંધીને આરોપી મહિલાને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News