મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

રાજસ્થાનથી ગુમ થયેલ મહિલા મોરબીના પંચાસર રોડ ઉપરથી મળી આવી


SHARE













રાજસ્થાનથી ગુમ થયેલ મહિલા મોરબીના પંચાસર રોડ ઉપરથી મળી આવી

મોરબીના પંચાસર રોડ વિસ્તારમાંથી રાજસ્થાન પોલીસે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મહિલા શોધી કાઢી હતી અને આગળની તપાસ માટે સાથે રાજસ્થાન લઈ ગયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના ઋષભદેવ જિલ્લાના ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હેડ કોન્સ્ટેબલ શિવનારાયણ ટેકનીકલ માધ્યમો અને બાતમીના આધારે તપાસ અર્થે મોરબી આવ્યા હતા.ત્યાં તેઓના રૂષભદેવ જિલ્લાના ઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુમસુધાની તપાસમાં તેઓ મોરબી આવ્યા હતા અને બાતમી તથા ટેકનિકલ માધ્યમોથી મળેલ વિગત આધારે તેઓએ મોરબી સ્થાનિક પોલીસને સાથે રાખીને પંચાસર રોડ ઉપર ગીતા મિલની નજીક તપાસ કરતા ત્યાંથી તેઓના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલા પારૂબેન જીતેન્દ્રભાઈ મીણા રહે.થાણા ગામ ઉદેપુર રૂષભદેવ રાજસ્થાન વાળાઓ મળી આવ્યા હોય આગળની તપાસ માટે તેણીને સાથે લઈને રાજસ્થાન રવાના થયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા નીતાબેન જીગ્નેશભાઈ ચૌહાણ નામની ૪૦ વર્ષીય મહિલાએ તેના ઘરે જાતે પોતાના હાથ ઉપર બ્લડ વડે ચેકા મારી દીધા હતા જેના લીધે તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવી હતી. તેમ મોરબી તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે અને આ બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

બેભાન થઈ જતા સારવારમાં

મૂળ રાજસ્થાનનો અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે માટેલ રોડ ઉપર આવેલ ઇટાલિકા સિરામિક નજીક રહીને ત્યાં મજૂરી કામ કરતો મોહનસિંહ શંકરસિંહ રાવત નામનો ૨૭ વર્ષનો યુવાન તા.૨૧ ના સવારે સાતેક વાગ્યાના અરસામાં અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો જેથી તેને ૧૦૮ વડે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય ત્યાં જાણ કરી હતી.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એ.ગઢવી તથા રાઇટર અરવિંદભાઈ દ્વારા મારામારીના ગુનામાં સંડોવાયેલા નીતિન ધનજીભાઈ વડેચા જાતે કોળી (ઉમર ૨૯) રહે.નવા દેવળિયા તા.હળવદ જીલ્લો મોરબી વાળાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.






Latest News