મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આંગડિયા પેઢીની ઓફિસમાં જુગાર રમતા પાંચ જુગારી એક લાખની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબીમાં આંગડિયા પેઢીની ઓફિસમાં જુગાર રમતા પાંચ જુગારી એક લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ધરતી ટાવરમાં આંગડિયા પેઢીની ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧,૦૦,૩૦૦ ની રોકડ કબજે કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ધરતી ટાવરમાં ભવાની એક્સપ્રેસ નામના આંગડિયા પેઢીની ઓફિસમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ચકુભાઈ કરોતરાને મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મહેશભાઈ રમણલાલ પટેલ (૪૫) રહે. આલાપ રોડ શિવરંજની એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૭૦૧ મોરબી, ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર (૩૬) રહે. સનાળા રોડ ડાર્વિન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-૨૦૨ મોરબી, દિલીપભાઈ રામાભાઇ પટેલ (૪૦) રહે. ધરતી ટાવર મણીલાલ મગનલાલની ઓફિસમાં મોરબી, સંજયકુમાર અંબાલાલ પટેલ (૪૦) રહે. વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી મોરબી અને ભાવેશકુમાર ચંદુલાલ પટેલ (૪૨) રહે. વાવડી રોડ ઉમિયા પાર્ક સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧,૦૦,૩૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News