મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હવે તું સ્કાય મોલ વાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહીંતર જાનથી મારી નાખીશું: યુવાન ઉપર હુમલો કરીને છ શખ્સોએ આપી ધમકી


SHARE













મોરબીમાં હવે તું સ્કાય મોલ વાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહીંતર જાનથી મારી નાખીશું: યુવાન ઉપર હુમલો કરીને છ શખ્સોએ આપી ધમકી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કૈલાશ પાર્ક ભગવતી હોલની બાજુમાં રહેતા યુવાનના ઘરે છ શખ્સો આવ્યા હતા અને સ્કાય મોલ વાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહિતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી અને છરી લઈને એક શખ્સ યુવાનને છરી મારવા માટે દોડ્યો હતો અને પથ્થર લઈને પાછળ દોડ્યા હતા ત્યારે યુવાન તેના ઘરમાં જતો રહ્યો હતો જેથી આરોપીઓએ તેના ઘર પાસે આવીને ત્યાં પડેલા બે સ્કૂટરમાં પથ્થરના છુટા ઘા મારીને તોડફોડ કરી નુકસાની કરી હતી અને ધમકી આપેલ હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં છ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતી હોલની બાજુમાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા હિતેશભાઈ ધર્મેન્દ્રભાઈ વાસવેલીયા જાતે પ્રજાપતિ (૨૭)એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મચ્છો રબારી, સંજયભાઈ રબારી, દિનેશભાઈ રબારી, મહેશભાઈ રબારી, મેરૂભાઈ રબારી અને જેઠાભાઇ રબારી રહે બધા રબારીવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસે વાહન પાર્કિંગ બાબતે થોડા સમય પહેલા તેના મિત્ર દેવ સાથે આરોપીઓને માથાકૂટ થયેલ હતી અને ફરિયાદી યુવાન દેવ સાથે કામ કરતો હોય અને તેની સાથે અવારનવાર ફરતો હોય જેથી આ કામના આરોપીઓ તે બાબતનો ખાસ રાખીને તેના ઘર પાસે સંજય રબારીની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી લઈને આવ્યા હતા જેમાં મચ્છોભાઈ રબારી, સંજયભાઈ રબારી, દિનેશભાઈ રબારી અને મહેશભાઈ રબારી આવ્યા હતા

ત્યારે મચ્છોભાઈ રબારીએ ફરિયાદીને શેરીમાં બહાર બોલાવ્યો હતો ત્યારબાદ દિનેશ રબારીએ તેને છરી બતાવીને તેને છરી મારવા માટે તેની પાછળ દોડ્યો હતો ત્યારે બાકીના ત્રણ શખ્સો પથ્થર લઈને તેની પાછળ તેને મારવા માટે થઈને દોડયા હતા ત્યારે ફરિયાદી યુવાન તેના ઘરમાં જતો રહ્યો હતો અને કારમાં આવેલા ચાર શખ્સો તેમજ મેરૂભાઈ રબારી અને જેઠાભાઇ રબારી ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાનને ગાળો આપીને હવે તું સ્કાય મોલ વાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી તેમજ ફરિયાદી યુવાનના ઘર બહાર શેરીમાં પડેલ કાળા રંગના એકટીવા તથા માઈસ્ટ્રો આમ કુલ બે સ્કૂટર ઉપર છુટા પથ્થરના ઘા મારીને તેમાં તોડફોડ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે છ શખ્સોની સામે આઇપીસી કલમ ૩૩૭, ૪૩૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.વી. પાતાળિયા ચલાવી રહ્યા છે






Latest News