મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, સબ જેલ તેમજ લાલપર ગામે ઉજવણી કરાઇ હતી


SHARE













મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, સબ જેલ તેમજ લાલપર ગામે ઉજવણી કરાઇ હતી

મોરબીના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના સનાળા રોડ ખાતે તેમજ સબજેલ ખાતે અને લાલપર ગામે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ હિંદુ પરિષદ

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિશ્વ હિંદુ પરિષદ અને તમામ આયામો દ્વારા કરવામાં આવી હતી.ત્યારે મોરબીના નવા બસ સ્ટેશન શોપીંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સવારે ૯:૪૫ કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ મોરબીના નવા બસ સ્ટેશન પાસે કરવામાં આવ્યો હતો.જેમાં વિવિધ ક્ષેત્રના જવાબદાર વ્યક્તિ અને કાર્યક્રતા બંધુ તથા ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જેલ ખાતે 

મોરબી સબ જેલ ખાતે આજ પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ દ્વારા રાષ્ટ્રધ્વજને આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો ત્યારે જેલ કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો અને તમામ બંદીવાનો ત્યાં હાજર રહ્યા હતા.ત્યારબાદ બંદિવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી કેરમચેસલીંબુ ચમચીલુડો જેવો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બંદીવાન ભાઈઓએ ભાગ લીધેલ હતો અને તેમાં વિજેતા બનેલા બંદીવાન ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા જેલર પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

લાલપર તાલુકા શાળા

લાલપર તાલુકા શાળા ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે સરપંચ રમેશભાઈ વાંસદડીયાઉપ સરપંચ રાજુભાઇ જેતપરિયા તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા.આ ઉપરાંત શાળાના રીનોવેશનમાં સહકાર આપતા દાતા નરભેરામભાઇ જેતપરિયાહરેશભાઈ વાંસદડીયા, શાળાના નિવૃત્ત શિક્ષક કુબાવતભાઈકરોલિયા જસમતભાઈ તેમજ લાલપર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ ઓફિસર રાધિકાબેન અને સુપરવાઇઝર દિપકભાઈ વ્યાસ સહિતના હાજર રહ્યા હતા.ત્યારે બાળકોનો ઉત્સાહ વધારવા રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા તેમજ દાતાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય કૈલાશભાઈ સાવરીયા અને શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News