મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના મશીનમાં આવી જવાથી યુવાનનો પગ કપાઇ ગયો


SHARE













મોરબી નજીક કારખાનાના મશીનમાં આવી જવાથી યુવાનનો પગ કપાઇ ગયો

મોરબી નજીકના બગથળા જેપુર રોડ ઉપર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં પગ આવી જવાના કારણે મજૂર યુવાનનો પગ કપાઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના દામખેડાનો રહેવાસી અને હાલમાં મોરબીના બગથળા જેપુર રોડ ઉપર આવેલ આર્ય ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો મોહન કેડીયા (૨૩) નામનો યુવાન કામ કરી રહ્યો હતો દરમિયાન મશીનમાં પગ આવી જતા તેનો પગ કપાઈ ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ચલાવી રહ્યા હતા અને આ ઘટનામાં સમાધાન થઈ ગયું હોવાથી કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા ભારતીબેન મહેશભાઈ પાંચિયા (૩૩) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામ નજીક બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ભારતીબેનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એસ. ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News