હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ સુમતીનાથ સોસાયટી જૈન મંદીર પાસે રેડ, રાજકોટથી કારમાં ૬૫ બોટલ દારૂ આપવા આવેલા ત્રણ પકડાયા-બે ની શોધખોળ


SHARE









મોરબીના વાવડી રોડ સુમતીનાથ સોસાયટી જૈન મંદીર પાસે રેડ, રાજકોટથી કારમાં ૬૫ બોટલ દારૂ આપવા આવેલા ત્રણ પકડાયા-બે ની શોધખોળ

 

મોરબી જીલ્લો ધણીધોરી વગરનો હોય તેવો હાલ ઘાટ સર્જાયો છે કારણ કે તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓએ મોરબી જિલ્લામાં વેગ પકડ્યો છે તેમા દારૂ-જુગાર હોય, ગેરકાયદેસર પેટ્રોલ-ડીઝલ ચોરી હોય, ગેસ કટીંગ કરીને ગેસ ચોરી હોય, ગેરકાયદેસર ટોલનાકા ધમધમવાનો કેસ હોય કે પછી વરલી જુગારથી માંડીને અન્ય નાની મોટી ગેરકાયદેસર પ્રવૃતિઓ અને સરકારી જમીન ઉપર દબાણની વાત હોય આ તમામ બાબતો હાલ મોરબી જિલ્લામાં ફૂલીફાલી છે અને સ્થાનિક તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાતા ન હોય તેવો હાલ ઘાટ શહેર તેમજ જીલ્લામાં સર્જાયો છે.જેમાં જિલ્લા કલેક્ટર કચેરીથી લઈને સ્થાનિક નગરપાલિકા સુધી અને એસપી કચેરીથી લઈને સ્થાનિક પોલીસ સુધી તમામ દ્વારા માત્ર પત્રકો ભરવા માટે અને કરવી પડતી જ કામગીરી થતી હોય તેવો ઘાટ સર્જાયો છે અને પોતાની જે ખરી જવાબદારી છે તેનાથી પીછે હટ કરવામાં આવતી હોય તેવું લગભગ તમામ વિભાગોમાં હાલ જોવા મળી રહ્યું છે અને આ બાબત મોરબીની સ્થાનિક જનતા પણ સારી રીતે જાણે જ છે.

 

દરમ્યાનમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટી નજીકથી પોલીસે રેડ કરીને છેક રાજકોટથી દારૂ આપવા માટે મોરબી આવેલા ત્રણ શખ્સોને પકડી લીધેલા છે અને એક સ્થાનિક સહિત કુલ બે ઇસમોના નામ સામે આવ્યા હોય પાંચેય સામે ગુનો નોંધીને બાકીના બે બુટલેગરોને શોધવાની કામગીરી ચાલુ છે.અત્રે નોંધનીય છે કે મોરબી જિલ્લાની અંદર ભારે મોટી માત્રામાં દારૂનું વેચાણ થાય છે જેમાં માળિયા(મિં.) ના નવાગામ સહિતના તાલુકા પંથકમાંથી દેશી દારૂ, ચોટીલાના નાળિયેરી પંથકમાંથી દેશી દારૂ તે ઉપરાંત જામનગર અને રાજકોટમાંથી પણ મોરબીમાં દેશી-વિદેશી દારૂ ઠાલવવામાં આવતો હોય તેવું સમયાંતરે ધ્યાનમાં આવે છે.જે પ્રતિત કરે છે કે અહીં મોરબીમાં કેટલો દારૂ પીવાતો હશે.. અને કેટલો વેચાતો હશે.. જોકે એ વાત પણ એટલી જ નવી વાસ્તવિકતા છે કે પીવાય છે તો વેચાય છે ને.. મતલબ કે અહીંના લોકોની અંદર પણ આ દારૂનું દુષણ વધ્યુ છે.તો જ તેની માંગ છે તો એનું વેચાણ છે માટે સ્થાનિક કક્ષાએથી લોકો પણ સુધરે તે જરૂરી છે.

 

હાલ મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતો દરમિયાનમાં તા.૭ ના વહેલી સવારે પોણા ત્રણ વાગ્યે મોરબીના વાવડી રોડ ઉપર આવેલા સુમતીનાથ સોસાયટી જૈન મંદીર પાસે જાહેરમાં શંકાસ્પદ હાલતમાં સ્વીફટ કાર નંબર જીજે ૩ એમકે ૦૦૮૬ તેમજ ઈકો કાર નંબર જીજે ૩ એમઆર ૨૧૨૫ નજરે પડી હતી જેથી પોલીસ સ્ટાફે ત્યાં પહોંચીને કારમાં સર્ચ કરતા કારમાંથી દારૂનો જથ્થો તથા ત્રણ શખ્સો મળી આવ્યા હતા.આ અંગે વધુમાં મળી રહેલ વિગતો મુજબ કોઇપણ જાતની પરમીટ કે આધાર પરવાના વગર પોતાના કબ્જા ભોગવટા વાળી ઈકો કાર નંબર જીજે ૩ એમઆર ૨૧૨૫ માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૮ પીએમ સ્પેશ્યલ વ્હીસ્કીની ૩૮ બોટલો કિંમત રૂા.૧૭,૪૮૦ તથા સ્વીફટ કાર રજી નંબર જીજે ૩ એમકે ૦૦૮૬ માંથી ઓફીસર ચોઈસ ક્લાસીક વ્હીસ્કીની શીલબંધ બોટલો નંગ ૨૭ કિંમત રૂા.૮૬૪૦ મળી આવી હતી જેથી કુલ બોટલ નંગ ૬૫ કુલ કિંમત રૂા.૨૬,૧૨૦ નો દારૂનો જથ્થો તેમજ ઈકો કાર રૂા.૧,૦૦,૦૦૦ તથા સ્વીફટ કાર રૂા.૨,૦૦,૦૦૦ એમ કુસ મળીને રૂા.૩,૨૬,૧૨૦ ના મુદામાલની સાથે સ્થળ ઉપરથી મળી આવેલા ધર્મેશભાઈ મનસુખભાઈ મહેતા બ્રાહમણ (૨૮) ધંધો ડ્રાઈવીંગ રહે. સોલ્વન્ટ કોઠારીયા બાપા સીતારામ સોસાયટી શેરી નંબર-૩ રાજકૉટ, જીતભાઈ રોહીતભાઈ અગ્રાવત બાવાજી (૨ર) ધંધો ડ્રાઈવીંગ રહે.કોઠારીયા ચોકડી પાસે બ્રાહમણી હોલની આગળ રાધે શ્યામ સોસાયટી શેરી નંબર-૩ રાજકૉટ અને પાર્થભાઈ અશોકભાઈ પરમાર લુહાર (રપ) ધંધો ફોટા ફ્રેમ રહે.કોઠારીયા ચોકડી પાસે બ્રાહમણી હોલની આગળ રાધે શ્યામ સોસાયટી રાજકોટ વાળાઓને દબોચી લેવાયા હતા જયારે પોલીસને જોઇને સ્થળ ઉપરથી નાશી જનાર લાલાભાઈ રહે વીછીયા જી.રાજકોટ તેમજ માલ મંગાવનાર કિશન ઉર્ફે કાનો પાટડીયા રહે.મોરબીના નામ ખુલતા પાંચેયની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને હવે લાલાભાઈ રહે વીછીયા તેમજ મોરબીના કિશન પાટડીયાને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.




Latest News