મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં દીવાલના ઝઘડાનો ખાર રાખીને મહિલાને ટ્રકના વ્હીલ નીચે કચડી નાખીને હત્યા કર્યાનો ધડાકો


SHARE













મોરબીમાં દીવાલના ઝઘડાનો ખાર રાખીને મહિલાને ટ્રકના વ્હીલ નીચે કચડી નાખીને હત્યા કર્યાનો ધડાકો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા આગળના ભાગમાં રાધાકૃષ્ણ સોસાયટીના ઝાપા પાસેથી મહિલાનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક મહિલાના પતિ દ્વારા ટ્રક ચાલક સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે, પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવેલ છે જેથી કરીને હાલમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને દીવાલ બનાવવાના ઝઘડાનો ખાર રાખીને મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મીલથી આગળના ભાગમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા રમણીકભાઈ કાનજીભાઈ ડાભી જાતે સતવારા (૫૫)એ થોડા દિવસો પહેલા ટ્રક નંબર જીજે ૧ એક્સ ૩૮૮૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત તા 31 ના રોજ તેઓના પત્ની પંખુંબેન (૫૫) અનાજ દળવાની ચક્કીએ દરણું મૂકીને પરત ઘરે જતાં હતા ત્યારે રાધા કૃષ્ણ સોસાયટીના ઝાપા પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન પાછળથી આવેલા ટ્રક ચાલકે તેને હડફેટે લીધા હતા અને તેના શરીર ઉપરથી ટ્રકના ટાયર ફરી ગયા હતા જેથી કરીને ફરિયાદીના પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને પોલીસે મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા અને તેની ટીમ ચલાવી રહી હતી તેવામાં એવી ચોંકાવનરી માહિતી સામે આવી છે કે મહિલાનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યાનો બનાવ છે આ વાતની સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, પોલીસે અગાઉ નોંધાયેલ ગુનામાં હાલમાં હત્યાની કલમનો ઉમેરો કરેલ છે અને અમૃતલાલ કેશવજી ચૌહાણ (૬૩) નામના આરોપીની ધરપકડ કરેલ છે અને મૃતક મહિલા સાથે દીવાલ બનાવવા બાબતે ઝઘડા થયો હતો તેનો ખાર રાખીને મહિલા ઉપર ટ્રકના ટાયર ફેરવી નાખીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે જેથી કરીને પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News