હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી વહેલી સવારે સ્કૂલે જતી શિક્ષિકા ઉપર બુકાનીધારી શખ્સનો ધોકા વડે હુમલો: બે શખ્સો સીસીટીવીમાં કેદ


SHARE









મોરબી વહેલી સવારે સ્કૂલે જતી શિક્ષિકા ઉપર બુકાનીધારી શખ્સનો ધોકા વડે હુમલો: બે શખ્સો સીસીટીવીમાં કેદ

એક બાજુ સરકાર મહિલાઓની સલામતીના ગુણગાન ગાઈ રહી છે અને બીજી બાજુ મહિલાઓને ઘરની બહાર નીકળતા પણ વિચાર કરવો પડે તેવો ઘાટ હાલમાં મોરબીમાં જોવા મળી રહ્યો છે કેમ કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપ સીતારામ ચોક પાસે શેરીમાંથી દીકરીની સાથે વહેલી સવારે સ્કૂલે જવા માટે શિક્ષિકા ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવેલ છે અને હુમલો કરીને નાશી ગયેલા બે શખ્સો ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે જો કે, આ બનાવ સંદર્ભે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબીમાં બાપા સીતારામ ચોક પાસે આવેલ એપાર્ટમેંટમાં રહેતી અને ખાનગી શાળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી આરતી જસવંતભાઈ છાનીયારા (૩૧) નામની મહિલા તેના દીકરાની સાથે ગઇકાલે તા ૭/૨ ના રોજ વહેલી સવારે પોતાના ઘરેથી નીકળીને સ્કૂલે જવા માટે બાપા સીતારામ ચોક પાસે આવેલ ચાંદની સિઝન સ્ટોર વાળી શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે શેરીમાંથી બુકાની બાંધીને આવેલા એક શખ્સ દ્વારા આરતી કશું જ સમજે તે પહેલા તેના ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યાર બાદ બુકાનીધારી શખ્સ સહિતના બે શખ્સો ત્યાંથી નાશી ગયા હતા

અત્રે ઉલેખનીય છેકે, જે બુકાનીધારી શખ્સ દ્વારા શિક્ષિકા ઉપર હુમલો કરવામાં આવેલ છે તે બંને શખ્સો વહેલી સવારથી જ તે શેરીમાં આંટા મારતા હોય તેવો આસપાસના એપાર્ટમેંટમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે એટ્લે કે કોઈ જાણભેદુ વ્યક્તિ દ્વારા જ મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા દેખાઈ રહી છે અને મહિલાની ઉપર હુમલાનો જે વિડીયો વાઇરલ થયેલ છે તેમાં પણ હુમલો કરનાર શખ્સ તે મહિલા ઉપર કોઈ વસ્તુ લેવા માટે નહીં પરંતુ વેર લેવા માટે હુમલો કરવામાં આવ્યો હોય તેવું દેખાઈ છે કેમ કે, હુમલો કરનારા શખ્સે ધોકા વડે મહિલાને માર માર્યા બાદ બંને શખ્સો ત્યાંથી નાશી ગયા હતા જેથી કરીને ઘટનામાં કઈક બીજું જ રંધાઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને હુમલો કોઈના ઇસરે કરવામાં આવ્યો હોય તો આ બનાવની ફરિયાદમાં કાવતરાની કલમનો પણ ઉમેરો થઈ શકે છે જો કે, હજુ સુધી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી




Latest News