હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાની કારખાનેદાર પાસેથી પઠાણી ઉઘરાણી: ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાની કારખાનેદાર પાસેથી પઠાણી ઉઘરાણી: ગુનો નોંધાયો

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર જનતા ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા વૃદ્ધે વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજ ચૂકવેલું હતું તેમ છતાં પણ આરોપીએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરીપૂર્વક ચેકો તેમજ દસ્તાવેજ લઈ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર જનતા ટાઇલ્સ નામનું કારખાના ધરાવતા અને ત્યાં રહેતા જયંતીલાલ મીઠાભાઈ પરમાર જાતે સતવારા (૬૦) એ હાલમાં રવિભાઈ રાજુભાઈ જીલરીયા રહે.કંડલા બાઇપાસ આનંદનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેમણે આરોપી રવિ જીલરીયા પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજે લીધેલ રૂપિયાનું ઊંચું વ્યાજ ચૂકવેલ હતું.છતાં પણ આરોપી દ્વારા તેમની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરીથી ચેકો લખાવી લેવામાં આવ્યા હતા તેમજ દસ્તાવેજ લઈ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.પીએસઆઇ પી.આર.સોનારા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતાં વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલા પાણીના ટાંકા પાસે મેલડી માતાના મંદિર નજીક રહેતા રાજાભાઈ પાંચાભાઇ જાદવ નામના ૭૫ વર્ષના વૃદ્ધને તેમના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં તેમના પુત્ર છેલાભાઈ તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને અહીંં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવની નોંધ કરીને કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો છે..? તે દિશામાં આગળની તપાસ શરૂ કરાયેસ છે.

મારામારીમાં ઇજાગ્રત યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ મંગાભાઈ ચૌહાણ નામના ૩૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.મોરબી બી ડિવિઝન પોલીસસુત્રોના જણાવ્યા પ્રમાણે તા.૨-૨ ના મોડી રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં વિસીપરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ ભાવેશભાઈ ચૌહાણને જ્યોતિબેન દ્વારા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસ મથકે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે




Latest News