હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં એ ડિવિઝન પોલીસ દ્વારા રોડ સેફટી અવેરનેસનો પ્રોગ્રામ યોજાયો


SHARE









મોરબીની માધાપરવાડી શાળામાં એ ડિવિઝન પોલીસ દ્વારા રોડ સેફટી અવેરનેસનો પ્રોગ્રામ યોજાયો

મોરબીની માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત મોરબી સીટી પોલીસ એ ડિવિઝન દ્વારા રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં પોલીસ ઇન્સપેક્ટર પી.આર.સોનારા તેમજ પોલીસ સ્ટાફ જયદીપભાઇ ડાભી, પુનમબેન ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ પી.આર.સોનારાએ ટ્રાફિકના નિયમોની વ્યવસ્થિત સમજ આપતા જણાવ્યું હતું કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે,જો લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે તો અકસ્માતની સંખ્યા ઘટાડી શકાય છે ત્યારબાદ અકસ્માત એકને, સજા અનેકને, ઝડપની મજા મોતની સજા, જેવા સૂત્રોચ્ચાર સાથે બેન્ડના નાદ સાથે માર્ગ સલામતી જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે બંને શાળાના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News