મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

જ્ઞાન જ્યોતિ પર્વ-આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ બાઇક યાત્રા ટંકારા પહોંચી


SHARE













જ્ઞાન જ્યોતિ પર્વ-આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ બાઇક યાત્રા ટંકારા પહોંચી

આર્ય વીર દળ દિલ્હી પ્રદેશ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતિ-જ્ઞાન જ્યોતિ પર્વ નિમિત્તે એક વિશાળ જ્ઞાન જ્યોતિ મશાલ મોટરસાઈકલ યાત્રા ૬ ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી આયોજન કરવામાં આવ્યું હતું અને તા ૯ ના રોજ બપોરે ૩ વાગ્યે આ યાત્રા ટંકારા પહોંચી હતી. ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, આર્ય સમાજના રાષ્ટ્રીય પ્રવક્તા વિનય આર્ય દ્વારા ઉત્સાહી બાઇકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ યાત્રાની મશાલ એ જ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગટાવી હતી આ ભવ્ય યાત્રા કાર્યક્રમમાં આર્ય સમાજની યુવા વિંગ આર્ય વીર દળ, યુનિવર્સલ આર્ય વીર દળ અને દિલ્હી આર્ય પ્રતિનિધિ સભા અને આર્ય સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના પ્રાંતીય એકમના સહયોગથી ૨૦૦ થી વધુ આર્ય વીર મોટરસાઈકલ, કાર, પ્રચાર વાહનો, ટેમ્પો અને અન્ય વાહનો દ્વારા "જ્ઞાન જ્યોતિ મશાલ યાત્રા" ના સ્વરૂપમાં દિલ્હી થી ટંકારા, ગુજરાત પહોંચી હતી






Latest News