મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મહિલા ઉપર હુમલાનો મામલો: મોરબીમાં મહિલાએ પ્રેમીનો મોબાઈલ નંબર બ્લોક કરતાં ધોકા વડે માર માર્યો


SHARE







મહિલા ઉપર હુમલાનો મામલો: મોરબીમાં મહિલાએ પ્રેમીનો મોબાઈલ નંબર બ્લોક કરતાં ધોકા વડે માર માર્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપ સીતારામ ચોક પાસે શેરીમાંથી દીકરીની સાથે વહેલી સવારે સ્કૂલે જવા માટે શિક્ષિકા ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહિલાએ હાલમાં શકમંદ એક સહિત કુલ મળીને ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબીમાં બાપા સીતારામ ચોક પાસે આવેલ એપાર્ટમેંટમાં રહેતી અને ખાનગી શાળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી આરતી જસવંતભાઈ છાનીયારા (૩૧) નામની મહિલા તેના દીકરાની સાથે તા ૭/૨ ના રોજ વહેલી સવારે પોતાના ઘરેથી નીકળીને સ્કૂલે જવા માટે બાપા સીતારામ ચોક પાસે આવેલ ચાંદની સિઝન સ્ટોર વાળી શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે શેરીમાંથી બુકાની બાંધીને આવેલા એક શખ્સ દ્વારા આરતી કશું જ સમજે તે પહેલા તેના ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યાર બાદ બુકાનીધારી શખ્સ સહિતના બે શખ્સો ત્યાંથી નાશી ગયા હતા

અત્રે ઉલેખનીય છેકેજે બુકાનીધારી શખ્સ દ્વારા શિક્ષિકા ઉપર હુમલો કરવામાં આવેલ છે તે બંને શખ્સો વહેલી સવારથી જ તે શેરીમાં આંટા મારતા હોય તેવો આસપાસના એપાર્ટમેંટમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે એટ્લે કે કોઈ જાણભેદુ વ્યક્તિ દ્વારા જ મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા પહેલેથી જ હતી કેમ કે, હુમલો કરનાર શખ્સ દ્વારા તે મહિલા ઉપર કોઈ વસ્તુ લેવા માટે નહીં પરંતુ વેર લેવા માટે હુમલો કરવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું કેમ કે, ધોકા વડે માર મારીને તે બંને શખ્સો ત્યાંથી નાશી ગયા હતા

તેવામાં હાલમાં મોરબીના બાપાસીતારામ ચોક પાસે ચાંદની પાન વાળી શેરીમાં ભાડાના મકાનમાં રહેતા આરતીબેન જસવંતભાઈ છનિયારા જાતે મિસ્ત્રી (૩૧)એ હાલમાં શકમંદ વિજયભાઈ બારૈયા રહે. ભાવનગર તથા બે અજાણ્યા શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં નોંધાયેલ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે આરોપી સાથે તેને પ્રેમ સંબંધ હોય અને થોડા સમય પહેલા આરોપી સાથે બોલાચાલી થઈ હતી જેથી તેને આરોપીનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો જે બાબતનો ખાર રાખીને અજાણ્યા બે આરોપીઓને તેને માર મારવા માટે તેને મોકલ્યા હતા અને તે શખ્સો પૈકીના એક શખ્સ દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આ બનાવમાં આઇપીસી ૩૨૩, ૧૧૪ અને જીપી એક્ટ ૧૩૫ મુજબનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News