હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે ઘટનામાં બે મહિલાના મોત


SHARE









મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી બે ઘટનામાં બે મહિલાના મોત

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુદા જુદા બે બનાવમાં બે મહિલાઓના મોત નીપજ્યા છે જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતિ મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુના જાંબુડીયા ગામ પાસે પાવર હાઉસની પાછળના ભાગમાં આવેલ સીરમિક કારખાનામાં કામ કરતા અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતા સોનાલીબેન રાજેન્દ્રભાઈ જેના (૧૮) નામની યુવતીનું કોઈ પણ કારણોસર મોત નીપજયું હતું જેથી કરીને તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

તો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસની સામે વિદ્યુતનગરમાં રહેતા હંસાબા શૈલેન્દ્રસિંહ જાડેજા (૪૯) નામના મહિલાને શરીરમાં પાણી ભરાવાની બીમારી હતી જેથી કરીને બિમારી સબબ તેને સમર્પણ હોસ્પિટલ ખાતે મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં શિવમ સુરેશકુમાર પાંડે(૨૫) મૂળ રહે મીરજાપુર યુપી વાળા ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News