મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ઘરમાંથી ૭ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE













માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ઘરમાંથી ૭ બોટલ દારૂ સાથે એક પકડાયો

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઝાંપા પાસે રહેતા શખ્સનાં ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી અને ત્યારે ઘરમાંથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ઘાણેલશા પીરની દરગાહ પાસે રહેતા રજાકભાઈ ચાનિયાના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રજાકભાઈ હમીરભાઇ ચાનિયા (૩૯) રહે. જુના ઘાટીલા વાળાની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ વી.ટી. સિહોરા ચલાવી રહ્યા છે

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા દાઉદભાઈ અલ્લારખાભાઈ લંઘા નામના ૫૫ વર્ષના આધેડને જીંજુડા ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરાતા બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં દક્ષ અનિલભાઈ સોમૈયા (ઉમર ૨૦) રહે.વાવડી રોડ વાળાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ હાથ ધરાઈ હતી.






Latest News