હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રેક્ટરના બે કટકા: ડ્રાઈવરને ડોક-મણકામાં ફ્રેક્ચર


SHARE









મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રેક્ટરના બે કટકા: ડ્રાઈવરને ડોક-મણકામાં ફ્રેક્ચર

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીક શૈલેષકાંઠા પાસે ટ્રકના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા હતા અને ટ્રેક્ટર ચાલકને ડોકમાં અને મણકામાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને હાલમાં ભોગ બનેલા આધેડે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ભદ્રેશીના રહેવાસી અને ડ્રાઇવિંગનો ધંધો કરતા પ્રવીણભાઈ જસરાજભાઈ ઝાલા જાતે અનુ. જાતી (૪૯)એ ટ્રક નંબર જીજે ૬ વીવી ૪૦૭૭ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ગત તા. ૧૦/૨/૨૪ ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામથી આગળ શૈલેષ કાંટા પાસે ટ્રક ચાલકે બેફિકરેઇથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના ટ્રેક્ટર નંબર જીજે ૨ બીએચ ૯૩૪૬ ની ટ્રોલીમાં જમણી સાઈડમાં ટ્રક અથડાવીને અકસ્માત કર્યો હતો અને ત્યારે ટ્રેક્ટરના બે કટકા થઈ ગયા હતા અને ફરિયાદીને ડોકમાં પાછળના ભાગે તથા મણકામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવારમાં લઈ ગયા હતા અને આરોપી તેના હવાલા વાળો ટ્રક સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી કરીને સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલા રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વિમલભાઇ જમનભાઈ પીઠડીયા નામના ૪૦ વર્ષના યુવાનને ગત તા.૫ ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેમના રહેણાંક વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા પ્રથમ સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

ટ્રક પલ્ટી મારી જતા ઈજા
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે સીરામીક યુનિટ નજીક કોલસો ઠાલવતા સમયે ટ્રક પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં જાનમામદ યુસુફભાઈ ભટ્ટી (૫૧) રહે.કાંતિનગર મસ્જિદ નજીક માળિયા ફાટક પાસે સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થવાથી શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેથી બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરવામાં આવી હતી.કોલસો ઠાલવતા સમયે અકસ્માતે ટ્રક પલ્ટી મારી જતા બનેલ બનાવમાં જાનમામદભાઈ ભટ્ટીને ઇજાઓ પહોંચી હતી.




Latest News