મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં રોડ વચ્ચે પડેલ બાઇકને હટાવવાનું કહેનારા યુવાન ઉપર તલવાર-ધોકા વડે હુમલો: ચાર સામે ફરિયાદ


SHARE













મોરબીના કાલિકા પ્લોટમાં રોડ વચ્ચે પડેલ બાઇકને હટાવવાનું કહેનારા યુવાન ઉપર તલવાર-ધોકા વડે હુમલો: ચાર સામે ફરિયાદ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન પોતાની સ્કોર્પિયો ગાડી લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મુકેલા બાઈકને હટાવવા માટે થઈને કહ્યું હતું જે સામે વાળાને સારું નહીં લાગતા તેણે ફરિયાદીના ઘર પાસે જઈને ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે અને તલવાર વડે હુમલો કર્યો હતો અને યુવાનને માથામાં તથા શરીરે માર મારીને ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને ત્યાર બાદ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-૧ માં રહેતા સત્યદીપસિંહ દિલીપસિંહ જાડેજા જાતે દરબાર (૨૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અસલમ સલીમભાઈ ચાનિયા, રહીશ ઉર્ફે ભાણો, અસલમનો દીકરો અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૧૦ ડીઆર ૦૦૭૭ લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અસલમના દીકરાએ બાઈક આડુ ઉભું રાખ્યું હતું જેને રોડ સાઈડમાં લેવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેનો ખાર રાખીને રહીશ ઉર્ફે ભાણો ફરિયાદીના ઘર પાસે બાઈક લઈને આવ્યો હતો અને ત્યાં તેને ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ અસલમ સલીમભાઈ ચાનિયાએ તલવાર વડે હુમલો કરીને યુવાનને માથાના ભાગે માર મારી ઇજા કરી હતી તેમજ અસલમનો દીકરો અને એક અજાણ્યો શખ્સ હતો તેણે પાટા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે

કારા નુકશાન

હળવદથી માળીયા તરફ આવતા હાઈવે રોડ ઉપર ઇનોવિન મેટલ કંપની સામે રસ્તા ઉપરથી કાર નંબર જીજે ૧ આરજે ૪૯૪૯ લઈને અમદાવાદનાં રહેવાસી પરેશભાઈ દેવાભાઈ પંચાલ જાતે લુહાર (૩૨) પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર નંબર જીજે ૧૩ એએક્સ ૮૮૪૮ ના ચાલકે તેની કારને પાછળથી હડફેટે લીધી હતી અને જેથી કરીને અકસ્માતના બનાવમાં કારમાં નુકસાની થઈ હતી અને ડમ્પર ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News