હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ


SHARE









મોરબીના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

મોરબીના રવાપર રોડે જિલ્લા કક્ષાનું પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર આવેલ છે જેમાં હાલમાં બ્યુટી પાર્લર,  શિવણ,  ઉપરાંત અત્યાધુનિક તાલીમ કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં પ્રવેશ માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને અહી આધુનિક પદ્ધતિ મુજબ વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવેલ છે

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર  જિલ્લા કક્ષાનું તાલીમ કેન્દ્ર રવાપર રોડ ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા મોરબી ખાતે આવેલું છે જેમાં હાલમાં બ્યુટી પાર્લર  શિવણ,  ઉપરાંત અત્યાધુનિક તાલીમ કાર્યક્રમો ડ્રોન સર્વિસ ટેકનીશ્યન, ગ્રાફિક ડિઝાઇનર, 3 D પ્રિન્ટિંગ, ઇલેક્ટ્રોનિક્સ મશીન મેંટેનન્સ સહિતના વિષયો પર તાલીમ  આધુનિક પદ્ધતિ મુજબ  વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેમાં ૧૮ થી ૪૦ વર્ષના  બહેનોને ભારત સરકાર તરફથી તાલીમ વિનામૂલ્યે આપવામાં  આવશે  અને તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. અને પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર પ્રવેશ માટે આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવા માટે જણાવ્યુ છે




Latest News