મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

વાંકાનેરના શાંતિનગર-સહકારી મંડળી વાળી શેરીમાં ભૂગર્ભ, પાણી અને રોડના પ્રશ્નો ન ઉકેલાઈ તો આત્મવિલોપન: લોકોની ચીમકી


SHARE













વાંકાનેરના શાંતિનગર-સહકારી મંડળી વાળી શેરીમાં ભૂગર્ભ, પાણી અને રોડના પ્રશ્નો ન ઉકેલાઈ તો આત્મવિલોપન: લોકોની ચીમકી

વાંકાનેરમાં મીલપ્લોટ વિસ્તારમાં આવેલ શાંતિનગર તથા સહકારી મંડળી વાળી શેરીમાં ભુગર્ભ ગટર ભરાઈ ગયેલ છે તેમજ પાણીની લાઇન ઘણી બધી જગ્યાએ લીકેજ છે અને ભુગર્ભ ગટરનું કામ કરવા માટે રોડનુ ખોદકામ કરેલ હતું ત્યાર બાદ રોડ બનાવેલ નથી જેથી લોકો હેરાન થઈ રહ્યા છે

હાલમાં શાંતિનગર તથા સહકારી મંડળી વાળી શેરીના લોકોએ હાલમાં ચીફ ઓફિસર અને વહીવટદારને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સહકારી મંડળી તથા શાંતિનગર વિસ્તારમાં ભુગર્ભ ગટર ભરાઈ ગયેલ છે જેથી કરીને ભુગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર વહે છે અને લોકોને ગંદકીમાંથી પસાર થવું પડે છે અને કેટલાક લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસે તેમ છે જેથી કરીને ભુગર્ભ ગટરની સમસ્યાને તાત્કાલિક ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે તેમજ સહકારી મંડળીવાળી શેરી તથા શાંતિનગર વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીની પાઇપ લાઇનમાં લીકેજ છે જેથી કરીને ગટરનું પાણી પાણીની લાઇનમાં ભળી રહ્યુ છે અને લોકોને ગંદુ પાણી પાઇપ લાઇન મારફતે આપવામાં આવે છે જેથી કરીને રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત છે આ ઉપરાંત આ વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાના કામ માટે રોડને ખોદવામાં આવેલ હતો જો કે પછી તે રોડનું કામ પાંચ વર્ષમાં કરવામાં આવ્યું નથી જેથી કરીને ખરાબ રોડના લીધે ત્યાં કોઈ જાનહાની થશે તો તેની સંપુર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે અને હાલમાં જે માંગણીઓ કરવામાં આવેલ છે તે આગામીઉ ૧૫ દિવસમાં પૂરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News