મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનારા શખ્સની ધરપકડ


SHARE







મોરબીના બાયપાસ રોડે બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનારા શખ્સની ધરપકડ

મોરબીના બાયપાસ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા શખ્સ દ્વારા બાઈકની ઉપર જોખમી સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ગઈકાલે વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસે જોખમી સ્ટંટ કરનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વર્તમાન સમયમાં રિલ્સ બનાવવા માટે થઈને ઘણી વખત જોખમી સ્ટંટ કરવામાં આવતા હોય છે તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે તેવામાં મોરબી શહેરના કંડલા વાયપાસ રોડ ઉપર બાઈક લઈને પસાર થયેલા શખ્સ દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલ શખ્સ દ્વારા છુટા હાથે બાઈક ચલાવીને બાઇક ઉપર તે બેઠા બેઠા ડાન્સ કરતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો જેથી કરીને પોલીસે બાઈકની નંબર પ્લેટના આધારે આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી અને બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી ટ્રાફિક શાખાના પીએસઆઇ ડી.બી. ઠક્કર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનારા હરપ્રીતસિંગ મેજરસિંગ જાટ (૩૩) રહે એટોપ કારખાના સામે બ્રિજ કાર્બેટ ફ્રેન્ચ ફ્રાય કારખાનાની ઓરડીમાં તાલુકો ટંકારા જીલ્લો મોરબી મૂળ રહે પંજાબ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News