મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીથી બરેલીની ટ્રેન શરૂ કરવા શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની રજૂઆત


SHARE













મોરબીથી બરેલીની ટ્રેન શરૂ કરવા શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની રજૂઆત

મોરબીથી બરેલી ભુતકાળમાં ટ્રેઇન આપેલ હતી અને ટાઇમ ટેબલમાં નામ પણ આવી ગયું હતું જો કે એકાએક ટ્રેન મળી નહીં જેથી કરીને પ્રજાની માંગણી છે કે મોરબી બરેલી પેસેન્જર ટ્રેઈન મળવી જોઇએ જેથી કરીને આ અંગે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગીક શહેર છે અહીં યુ.પી., એમ.પી., રાજસ્થાન, બીહાર તથા અન્ય રાજયોના શ્રમીકો વેપારી અને ગ્રાહકો આવે છે મોરબીના પેસેન્ઝરને વાંકાનેરથી જ લાંબા અંતરની ટ્રેન મળે છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે માટે આર્થિક રીતે રેલ્વેનો ફાયદા કરનાર મોરબી રેલ્વે સ્ટેશનને મુસાફરોની સગવડ માટે મોરબી બરેલી ટ્રેઈન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલેખનીય છે કે, આ ટ્રેન શરૂ થાય તો વધારે સારૂ ભુતકાળમાં મોરબી-બરેલી ચાલુ થશે તેની માહીતી ટાઈમ ટેબલમાં આવી ગઇ હતી પરંતુ એકાએક શું થયુ કે ટ્રેન ચાલુ થઈ નહીં અને મોરબીનું રેલ્વે સ્ટેશન અદ્યતન બને છે પરંતુ પ્રજાની સગવડતાને નામે મીંડુ છે જેથી કરીને જેટલી વધારે પેસેન્જર ટ્રેઇન ચાલુ થશે તેટલી પ્રજાને સવલત અને રેલ્વેને આર્થિક ફાયદો થશે તો પ્રજાની માંગણીને ધ્યાને લઈને મોરબી બરેલી ટ્રેઈન શરૂ કરવાની માંગ કરી છે






Latest News