મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન ભુજ સારવારમાં


SHARE









મોરબીમાં સર્કિટ હાઉસ પાસે બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન ભુજ સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી નજીક આવેલ સર્કિટ હાઉસ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનના બાઈકને અજાણી કારમાં ચાલાકે હડફેટે લીધૂ હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલા યુવાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગાંધીધામમાં રહેતો દર્શન શૈલેષભાઈ ખોરાસીયા (૨૫) નામનો યુવાન પોતાના કામ સબબ બાઈક લઈને મોરબીની માળિયા ફાટક ચોકડી નજીક સર્કિટ હાઉસ પાસેથી જય રહ્યો હતો ત્યારે સર્કિટ હાઉસ સામે કોઈ અજાણી કારના ચાલાકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં દર્શન શૈલેષભાઈ ખોરાસીયાને ઇજાઓ થયેલ હતી જેથી કરીને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની જે તે સમયે ભુજની જનરલ હોસ્પિટલ મારફતે ત્યાંના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભુજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને અકસ્માતના બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે

વૃદ્ધા સારવારમાં

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલા વૃંદાવન સોસાયટીમાં રહેતા રામીબેન ચંદ્રસિંહ ચાવડા (૫૯) નામના વૃદ્ધાને પ્રભુ કૃપા ટાઉનશિપ સામે બોલેરો ગાડીના ચાલકે ટક્કર મારતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં રામીબેનને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે




Latest News