મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા ધમાલ ગલીનું આયોજન


SHARE









મોરબીમાં આગામી રવિવારે બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા ધમાલ ગલીનું આયોજન

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા રવિવારે ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબીના બાળકો સહિતના લોકોને આવવા માટે જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે

આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી કરીને બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને ફોટાથી રમવું, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો જેવી ધમાલ મસ્તી હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા દ્વારા તા ૧૮ ને રવિવારના રોજ સવારે સાત વાગ્યાથી શનાળા રોડ સ્કાય મોલ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, મલ કુસ્તી, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી શકશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ સોનલબેન શાહ, બંસીબેન શેઠ, રસેશ મહેતા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News