​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી: રમતગમત મહાકુંભ જિલ્લા વર્ગમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલનો દબદબો


SHARE









મોરબી: રમતગમત મહાકુંભ જિલ્લા વર્ગમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલનો દબદબો

હળવદમાં આવેલ ગર્લ્સ કોલેજ ખાતે ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની રમતવીર સ્પર્ધામાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબીની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવેલ છે અત્રે ઉલેખનીય છે કે, ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન હળવદમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલ ખાતે આયોજિત ખેલ મહાકુંભ એથ્લેટિક્સ સ્પર્ધામાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની કવિતા ચૌધરીએ અંડર ૧૧ -૫૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન, રાઘવ જાદૌને અંડર ૧૪ -૧૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન, જીતેન્દ્ર ચૌધરીએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ રેસમાં ત્રીજું સ્થાન, શોટ પુટમાં જીતેન્દ્ર ચૌધરી દ્વિતીય સ્થાન, શાંતનુ સૈની ૬૦૦ મીટરમાં ત્રીજું સ્થાન, અંડર ૧૧ ગર્લ્સ હેઠળ બેડમિન્ટન સિંગલ્સમાં સમૃદ્ધિ નિરંજની પ્રથમ સ્થાન, અંડર ૧૪ ગર્લ્સમાં ક્રિશા આઘારાએ સ્ટેટ ક્લાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. અને વિદ્યાર્થીઓની આ અદ્ભુત સિદ્ધિ બદલ નવનિયુક્ત પ્રિન્સિપાલ શ્રીમતી સીમાબા જાડેજાએ તમામ વિજેતા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી અને રાજ્યકક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી તેવું શાળાના રમતગમત વિભાગના વડા ડો. અલી ખાને જણાવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી રાઘવ જાદૌન સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર ખેલાડી હતો જેણે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો.




Latest News