મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં પાણીની લાઈનના લીકેજ બાબતે ખાર રાખીને બે કૌટુંબિક ભત્રીજાએ કાકાને માર માર્યો


SHARE









ટંકારામાં પાણીની લાઈનના લીકેજ બાબતે ખાર રાખીને બે કૌટુંબિક ભત્રીજાએ કાકાને માર માર્યો

ટંકારાથી કોઠારીયા તરફ જવાના કાચા રસ્તા ઉપર આવેલ જમીનમાંથી ફરિયાદી આધેડની જમીનમાં જતી પાણીની પાઇપલાઇન લીકેજ થતા તે બાબતનો ખાર રાખીને આધેડને તેના બે ભત્રીજા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ ટંકારાના ખડીયાવાસમાં રહેતા અને ખેતી કામ કરતા હેમંતલાલ મોહનભાઈ દુબરીયા જાતે પટેલ(૫૫) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હિતેશ રામજીભાઈ દુબરીયા અને શશીકાંતભાઈ રામજીભાઈ દુબરીયા રહે બંને ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ટંકારાની સીમમાં કોઠારીયા ગામ તરફ જવાના કાચા રસ્તે આરોપીઓએ પોતાની જમીનમાંથી ફરિયાદીની જમીનમાં જતી પાણીની લાઈન લીકેજ થયેલ હોય તે બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ઝપાઝપી કરી ગાળો આપીને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી અને લાકડાના ધોકા વડે ડાબા હાથમાં અને પીઠના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા આધેડને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ તેના બંને કૌટુંબિક ભત્રીજાઓની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એસ.બી. સીબીકી ચલાવી રહ્યા છે




Latest News