​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર તલવાર-ધોકા વડે હુમલો કરવાના ગુનામાં ચાર પૈકીનાં બે આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં યુવાન ઉપર તલવાર-ધોકા વડે હુમલો કરવાના ગુનામાં ચાર પૈકીનાં બે આરોપીની ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન થોડા દિવસો પહેલા પોતાની સ્કોર્પિયો ગાડી લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મુકેલા બાઈકને હટાવવા માટે થઈને કહ્યું હતું જે સામે વાળાને સારું નહીં લાગતા તેણે ફરિયાદીના ઘર પાસે જઈને ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે અને તલવાર વડે હુમલો કર્યો હતો અને યુવાનને માથામાં તથા શરીરે માર મારીને ઇજાઓ કરી હતી જે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-૧ માં રહેતા સત્યદીપસિંહ દિલીપસિંહ જાડેજા જાતે દરબાર (૨૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અસલમ સલીમભાઈ ચાનિયા, રહીશ ઉર્ફે ભાણો, અસલમનો દીકરો અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૧૦ ડીઆર ૦૦૭૭ લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અસલમના દીકરાએ બાઈક આડુ ઉભું રાખ્યું હતું જેને રોડ સાઈડમાં લેવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેનો ખાર રાખીને રહીશ ઉર્ફે ભાણો ફરિયાદીના ઘર પાસે બાઈક લઈને આવ્યો હતો અને ત્યાં તેને ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ અસલમ સલીમભાઈ ચાનિયાએ તલવાર વડે હુમલો કરીને યુવાનને માથાના ભાગે માર મારી ઇજા કરી હતી તેમજ અસલમનો દીકરો અને એક અજાણ્યો શખ્સ હતો તેણે પાટા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં પરવેઝ ઉર્ફે પવલો આદમભાઇ ચાનીયા જાતે સંધિ (૨૧) અને સાકીર રજાકભાઈ બ્લોચ જાતે મકરાણી (૨૧) રહે. બંને કાલિકા પ્લોટ મોરબી વાળની પીએસઆઇ સી.એસ. સોંદરવા અને તેની ટીમે ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News