મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા નજીક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા દંપતિ અને તેના દીકરાને ઇજા થતાં સારવારમાં: ગુનો નોંધાયો


SHARE









હળવદના કેદારીયા નજીક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા દંપતિ અને તેના દીકરાને ઇજા થતાં સારવારમાં: ગુનો નોંધાયો

હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક હનુમાનજી મંદિરથી થોડ આગળના ભાગમાં દંપતી અને તેનો દીકરો બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને દંપતી અને તેના બાળકને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા કૈલાસબેન જયંતીભાઈ ઉપસારીયા જાતે કોળી (૪૭)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૨ બિઝેડ ૯૯૨૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ તેના પતિ જયંતીભાઈ પોપટભાઈ ઉપસરિયાના બાઈક નંબર જીજે ૧૩ જેજે ૦૭૬૫ માં બેસીને કેદારીયા ગામ પાસે આવેલ હનુમાન મંદિરથી આગળના ભાગમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકમાં તેનો દીકરો પ્રકાશ (૧૦) પણ સાથે બેઠેલો હતો દરમિયાન ટ્રક ચાલકે પાછળથી તેઓના બાઈકમાં ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી મહિલા તેના પતિ અને દીકરાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ એમ.એમ. સદાદિયા ચલાવી રહ્યા છે.




Latest News