મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે આયોજતી સાયકલો ફનનું ધારાસભ્યએ કરાવ્યુ પ્રસ્થાન


SHARE









મોરબીમાં રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે આયોજતી સાયકલો ફનનું ધારાસભ્યએ કરાવ્યુ પ્રસ્થાન

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ફક્ત મહિલાઓ માટે સાઇકલો ફન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતુ અને રવિવારે સવારે શનાળા રોડે આવેલ સ્વામિનારાયણ મંદિરથી લઈને ઉમિયા સર્કલ, સ્વાગત ચોકડી અને બાપસીતરામ ચોક સુધી પાંચ કિલો મીટરની સાઇકલો ફન બહેનને થતાં સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે રાખવામા આવી હતી જેના માટે બહેનો દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ અને આ સાઇકલો ફનમાં મોરબી શહેરમાંથી ૧૫ વર્ષની મોટી ઉપરની ૧૫૦ કરતાં વધારે યુવતીઓ અને મહિલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આ સાઇકલો ફનનું પ્રસ્થાન મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, મોરબી સહિત દેશનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે બહેનોએ પણ હવે જુદાજુદા ધંધામાં આગળ આવવાની જરૂર છે જેથી કરીને તેમનો અને પરિવારનો વિકાસ થશે આ સાઇકલો ફનમાં ભાગ લેનાર મહિલાઓને સર્ટિફિકેટ તેમજ કીટ આપવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ સોનલ શાહ, સ્વાતિ પોરીયા, બંસી શેઠ તથા નીલા છનિયારા, તેમજ રોટરી ક્લબના રશેષભાઈ મહેતા, રાજવીરસિંહ સરવૈયા સહિતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News