મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના ટીકર નજીક નદીમાંથી હુડકા મારફતે રેતી ચોરી: હિટાચી, જેસીબી, બે ડમ્પર સહિત ૭૧ લાખનો મુદામાલ કબજે


SHARE









હળવદના ટીકર નજીક નદીમાંથી હુડકા મારફતે રેતી ચોરી, હિટાચી જેસીબી, બે ડમ્પર સહિત ૭૧ લાખનો મુદામાલ કબજો 

હળવદ તાલુકાના ટીકાર વિસ્તારમાં નદીમાંથી હુડકા મારફતે ગેરકાયદે તેનો ખનન કરવામાં આવતું હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેને આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે હુડકા મારફતે રેતી નદીમાંથી કાઢતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે બે ડમ્પર હિટાચી, જેસીબી તથા બે ટ્રેક્ટર અને બે હુડકા સહિત કુલ મળીને ૭૧ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ખનીજ ચોરી બહુ મોટા પ્રમાણમાં થતી હોય છે તે વાતને કોઈ નકારી શકે નહીં અને અગાઉ ખનીજ ચોરીને ડામવા માટે તેને એસએમસીની ટીમ દ્વારા પણ તે વિસ્તારમાં રેડ કરવામાં આવી છે દરમિયાન મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ખનીજ ચોરી અને તેના પિરવહનની પ્રવૃત્તિને ડામવા માટે સ્થાનિક પીઆઈ આર.ટી. વ્યાસને સૂચના આપવામાં આવેલ હોય અધિકારી અને કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે હળવદ તાલુકાના ટીકર પાસે નદીમાંથી ખનીજની ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને ત્યાં ચેક કરવામાં આવતા નદીમાંથી હુડકા મારફતે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવતી હતી ત્યારે પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી એક હિટાચી, એક જેસીબી, બે ડમ્પર, બે ટ્રેક્ટર અને બે હુડકુ આમ કુલ મળીને ૭૧ લાખ ની કિંમત નો મુદ્દા માલ કબજે કરીને આરોપીઓને પકડીનેા આગળની કાર્યવાહી કરેલ છે 

હાલમાં પકડવામાં આવેલ વાહનો

હળવદ પોલીસે રેડ કરી હતી ત્યારે જે વાહનો પકડવામાં આવેલ છે તેમાં ડમ્પર નં. જીજે ૩૬ વી ૪૭૭૭ જેની કિંમત ૧૦,૦૦,૦૦૦ અને તેનો જેનો ડ્રાઈવર રમેશભાઈ ગોરધનભાઈ ગડેશીયા રહે. વેજલપર, ડમ્પર નં. જીજે ૩૬ એક્સ ૧૯૨૮ જેની કિમત ૧૦,૦૦,૦૦૦ તેનો ડ્રાઈવર સંજયભાઈ ગગુભાઇ થરેશા રહે. મિયાણી તાલુકો હળવદ, હીટાચી મશીન નંબર જીજે ૨૫ બી ૮૬૭૭ જેની કિંમત ૨૫ લાખ તેનો ડ્રાઇવર નવનીતરાય કમેશ્વરરાય બ્રામણ રહે. બસાપર તાલુકો સીકન્દરપુર જીલ્લો બનીયા ઉતરપ્રદેશ હાલ રહે. ટીકર રણ તાલુકો હળવદ, JCB મશીન નંબર જીજે ૧૨ સીએમ ૨૭૧૬ જેની કિંમત ૧૦ લાખ તેનો ડ્રાઇવર વિનોદકુમાર કવિન્દર પાદવ રહે. માધવપુરહજારી તાલુકો સાહેમકંજ બીહાર હાલ રહે. ટીકર, ટ્રેકટર નં. જીજે ૩૬ એફ ૪૫૬૩ તથા ટ્રોલી જેનો નંબર નથી તેની કિંમત પાંચ લાખ જેનો ડ્રાઇવર ગોપાલભાઇ ખેતાભાઇ બોહરીયા જાતે ભરવાડ રહે. ટીકર, ટ્રેકટર નંબર લખેલ નથી જેની કિંમત ચાર લાખ તેનો ડ્રાઇવર નારાણભાઈ લાલજીભાઈ કલોતરા જાતે રબારી રહે. અને ત્રણ લાખની કિંમતના બે હુડકાનો સમાવેશ થાય છે




Latest News