મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લામાં તસ્કરો અને અસામાજિક બેફામ, છતા ફરીયાદ કેમ લેતા નથી ? ગૃહમંત્રીને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખની રજુઆત


SHARE







મોરબી શહેર-જિલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે તસ્કરો અને અસામાજિક તત્વોનો પડકાર છતાં ફરીયાદ કેમ લેતા નથી: કિશોરભાઇ ચિખલીયા

મોરબીમાં ચોરી અને લુખ્ખાગીરીની ઘટનાઓ અવારનવાર બને છે તેમ છતાં પણ પોલીસ ચોપડે ફરિયાદ લેવામાં આવતી નથી અને સરકારી ચોપડે સબ સલામત છે તેવું દેખાડવા માટે ફરિયાદો ન લેવામાં આવતી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આ બાબતે ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરીને ભોગ બનેલા લોકોની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે

મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાએ રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજુઆત કરેલ છે જેમા જણાવ્યુ છે કે, હાલમાં ચૂંટણીની આચારસંહિતા મળવા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કોઈપણ પરિસ્થિતિમાં ન કથળે તે માટે થઈને પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવાની હોય છે જોકે છેલ્લા દિવસોની અંદર મોરબી શહેરી વિસ્તારમાં જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને પોલીસના અસ્તિત્વ સામે જવાનો ઊભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો વાત કરીએ તો ત્રણ દિવસ પહેલા મોરબીના સ્ટેશન રોડ ઉપર પસાર થતી એસટી બસમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધોકા ફટકારવામાં આવતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બનાવમાં કોઈ પગલા લેવાયા નથી ! આવી જ રીતે મોરબીના નવા ડેલા રોડ ઉપર લઘુ શંકા કરવા માટે બે મિનિટ માટે પોતાનું એકટીવા મૂકીને ગયેલા વેપારીના એકટીવાની ડેકીમાંથી રોકડા૧.૬૦ લાખની ધોળા દિવસે ચોરી થયા તે અંગેની પણ હજુ સુધી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ લેવામાં આવી નથી ?

આટલું જ નહીં પરંતુ મોરબી સિવિલ હોસ્પિટલના પટાંગણમાંથી થોડા દિવસે ૧૧ વાગ્યે બાઈકની ચોરી કરવામાં આવે છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છે છતાં પણ હજુ સુધી આ બનાવ સંદર્ભે મોરબીમાં પોલીસ ફરિયાદ લેવાઈ નથી અને મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ત્રાજ પર ચોકડી નજીક એક જ કોમ્પલેક્ષમાં એક સાથે છ દુકાનના તાળા તૂટવાની ઘટના બને છે તેમ છતાં તે બનાવ સંદર્ભે હજુ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ લેવામાં આવી નથી ત્યારે ચોરી કરીને તસ્કરો તેમજ લુખ્ખાગીરી કરીને અસામાજિક તત્વો જેવા શખ્સો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવી ઘટનાઓ મોરબીમાં બની રહી છે તેમ છતાં પણ આવી ઘટનાઓમાં કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી અને સીધી કે આડકતરી રીતે જાણે કે મોરબીમાં રામરાજ્ય હોય તે રીતે સબ સલામત સરકારી ચોપડે દેખાડવા માટેના પ્રયત્નો સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે ત્યારે પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભો થઈ રહ્યો છે જેથી ભોગ બનેલા લોકોની તાત્કાલિક મોરબી  શહેર અને જિલ્લામાં ફરિયાદો લેવામાં આવે અને ગુનેગારોને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી શહેર અને જિલ્લાના લોકો વતી મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખે માંગણી છે






Latest News