મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે બાથરૂમમાં પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતાં આધેડને રાજકોટ સારવારમાં ખસેડાયા


SHARE









મોરબીમાં ઘરે બાથરૂમમાં પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતાં આધેડને રાજકોટ સારવારમાં ખસેડાયા

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા આધેડ પોતાના ઘરે બાથરૂમમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તેઓને પ્રાથમિક સારવાર મોરબી સિવિલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા કાંતિભાઈ માધુભાઈ સનોરા (૫૦) નામના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરે ૧૨:૦૦ વાગ્યાના અરસામાં કોઈ કારણસર તેઓ પોતાના ઘરના બાથરૂમની અંદર પડી ગયા હતા જેથી કરીને તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા છે

આધેડ સારવારમાં

ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે રહેતા રમેશભાઈ મહાદેવભાઇ ઠાકોર (૫૧) નામના આધેડ સુરેન્દ્રનગરના હરીપર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને ઈજા થતાં રમેશભાઈને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના મકનસર ગામ પાસે આવેલી પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રમેશભાઈ લાલજીભાઈ અગોલા (૭૦) નામના વૃદ્ધને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં રમેશભાઈને તેઓના દિકરા ધનજીભાઈ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે




Latest News