મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયા ક્રેઝ: મોરબી જીલ્લામાં પિતાએ મોબાઈલ જોવાની ના પડતાં સગીરાએ જીવન ટૂંકાવ્યું !


SHARE













સોશ્યલ મીડિયા ક્રેઝ: મોરબી જીલ્લામાં પિતાએ મોબાઈલ જોવાની ના પડતાં સગીરાએ જીવન ટૂંકાવ્યું !

વર્તમાન સમયમાં મોબાઇલના દૂષણના કારણે ઘણી વખત અણધારી ઘટનાઓ બનતી હોય છે આવી જ રીતે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીને મોબાઈલ જોવાની તેના પિતાએ ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવ્યું હતું અને તેણે કુદરતી હાજતે જવાનું કહીને બહાર જઈને ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મૃતકના પિતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સોશિયલ મીડિયાના વધતા જતા ક્રેઝના કારણે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો સતત મોબાઇલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે અને મોબાઈલમાં આવતી રીલ્સ તેમજ અન્ય સામગ્રી સતત જોતા રહેતા હોય છે જેની તેના મગજ ઉપર ખુબ જ ઊંડી અસર થતી હોય છે અને તેના જ લીધે મોબાઈલનું દૂષણ ઘણી વખત જીવલેણ પણ સાબિત થતું હોય છે તેવી કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેવામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ભરતભાઈ મગનભાઈ પટેલની વાડીએ રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના કુવરપરા ગામના રહેવાસી કમલેશભાઈ કંચનભાઈ નાયક (૪૨) ની ૧૬ વર્ષની દીકરી કિંજલબેન કમલેશભાઈ નાયકએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને કમલેશભાઈ નાયક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક સગીરાને તેના પિતાએ મોબાઈલમાં વિડીયો જોવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને મનોમન લાગી આવતા તેણે વાડીમાં કુદરતી હાજતે જવાનું કહીને નીકળ્યા બાદ ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ અંકિત કિરાણા સ્ટોર સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ જાતે કુર્મી (૪૫) રહે. હાલ લાલપર વિશાલ દીપ કોમ્પ્લેક્સ રૂમ નં-૬૦ મોરબી મૂળ રહે બિહાર વાળાની ધરપકડ કરેલ છે અને આ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેણે મુકેશ મનસુખભાઈ દંતેસરિયા રહે. જામસર તાલુકો વાંકાનેર વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News