મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE









મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનો અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, દુષ્કર્મ અને પોકસો એકટ મુજબની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની દીકરીને લઈચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા અપહરણ, દુષ્કર્મ અને પોકસોની કલમો હેઠળ રવજી ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ ડાભી નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપી રવજી ઉર્ફે લાલો લખમણભાઇ ડાભી (૨૪) રહે. મકનસર તાલુકો મોરબી વાળાની મોરબી તાલુકા પીએસઆઇ એન.આર. મકવાણા અને રાઇટર સુરેશભાઈ દ્વારા ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી સગીરને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં ગયો હતો અને ત્યાં રોકાયા હતા તેવી માહિતી આરોપીએ આપેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં સામાકાંઠે સોઓરડીમાં રહેતા દિલીપ ઉર્ફે ટકો ઉભડ્યા (૨૨) નામનો યુવાન મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયાનગરના ગેઇટ પાસે રહેતા શીતલબેન કરણભાઈ વિઠલાપરા (૨૪) નામની મહિલાને ઘરે હતી ત્યારે ઘરે તેના પતિ અને સાસુ દ્વારા ઝઘડો કરીને માર માર્યો હતો જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.




Latest News