મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી નજીક જીમીત પટેલના ગોડાઉનમાં આવેલ દારૂની સ્થાનિક બુટલેગરોને સપ્લાઈ કરનારા કુખ્યાત બુટલેગરની ધરપકડ


SHARE









મોરબી નજીક જીમીત પટેલના ગોડાઉનમાં આવેલ દારૂની સ્થાનિક બુટલેગરોને સપ્લાઈ કરનારા કુખ્યાત બુટલેગરની ધરપકડ

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરીને ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્યારે ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે ગુનામાં મુખ્ય આરોપીઓને પકડવાના હજુ પણ બાકી છે ત્યારે છેલ્લે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં માલની જુદાજુદા સ્થાનિક બુટલેગરોને વહેચણી કરનારા થાનગઢના રહેવાસી કુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે

અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારી મોરબીના લાલપર ગામ પાસે છેલ્લા પાંચ મહિનાથી ગોડાઉનને ભાડે રાખીને દારૂનો ધંધો કરતો હતો અને ત્રણ જીલ્લામાં દારૂની સપલાઈ કરવામાં આવી રહી હતી આ ગુનામાં પોલીસે રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો

જે તે સમયે લાલપર ગામે રેડ કરી હતી ત્યારે ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલ તેમજ અન્ય મુદામાલ મળીને પોલીસે ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કર્યો હતો જો કે, માલ મંગાવનારા અમદાવાદનો બુટલેગર જીમિત શંકરભાઈ પટેલ તેમજ તેના બે ભાગીદાર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સહિતના ૧૧ આરોપીઓ આ ગુનામાં પકડવાના બાકી હતા તેવામાં તપાસનીસ અધિકારી દ્વારા જે ગાડી ત્યાંથી મળી આવી હતી તેના માલિક યુવરાજસિંહ પરમારની ધરપકડ કરી હતી ત્યારે બાદ કલ્પેશ જયંતિભાઈ અઘારા અને આસિફ મન્સૂર મીર જાતે મુસ્લિમની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં હળવદ તાલુકાનાં કુખ્યાત બુટલેગર વિજય જયંતિભાઈ અઘારાનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

તેવામાં પોલીસે આ ગુનામાં આરોપી મેહુલ ઉર્ફે જગો ઉર્ફે ટાલો ગોવિંદભાઇ સાબરિયા જાતે કોળી (૨૯) રહે. પોલીસ સ્ટેશન પાછળ ભુનેશ્વર સોસાયટી થાનગઢ વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપી વર્ષ ૨૦૨૧ થી રાજકોટના ગુનામાં નાસતો ફરતો છે અને મોરબીના લાલપર ગામે જીમીત પટેલના ગોડાઉનમાં જે દારૂનો જથ્થો આવતો હતો તે માલની જુદાજુદા સ્થાનિક બુટલેગરોને વહેચણી કરવાનું કામ આ શખ્સ કરતો હોવાની સામે આવ્યું છે જેથી કરીને જીમીત પટેલના સંપર્કમાં રહીને મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લામાં કયા કયા બુટલેગરો દારૂનો ધંધો કરતાં હતા તેની મહત્વની કડી પોલીસને મળે તેવી શક્યતા સેવાઇ રહી છે






Latest News