મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

ટંકારાના કોઠાસૂઝી ખેડૂતની આગાહી: ચાલુ વર્ષે ૧૨ મી જૂન સુધીમાં થઈ જશે વાવણી લાયક વરસાદ, ચોમાસુ સારું રહેશે


SHARE









ટંકારાના કોઠાસૂઝી ખેડૂતની આગાહી: ચાલુ વર્ષે ૧૨ મી જૂન સુધીમાં થઈ જશે વાવણી લાયક વરસાદ, ચોમાસુ સારું રહેશે

ટંકારાના નેસડા-ખાનપરનાં આકાશ દર્શન અભ્યાસુ કિશોરભાઇ ભાડજાએ કોઠાસૂઝી આકાશ દર્શનના અભ્યાસ આધારે આગાહી કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે જૂન માહિનામાં બીજા અઠવાડિયે તોફાની બેટિંગ સાથે વરસાદ થશે અને જુલાઇ માહિનામાં મેઘરાજા મન મૂકીને વરસી પડશે અને ભાદરવામાં પણ ભરપૂર વરસાદ છે

ટંકારા તાલુકાના નેસડા ખાનપરના ખેડુત અને આકાશ દર્શનનાં અભ્યાસુ કિશોરભાઈ ભાડજા પોતાની કોઠાસુઝથી પ્રતી વર્ષે વરસાદની આગાહી કરે છે. આગાહી કરવા માટે જે પદ્ધતિને અનુસરવામાં આવે છે. તે એક ખગોળીય ઘટના છે. જેને સ્થાનિક ભાષામાં ખાદલીના એટલે કે આકાશી ચિત્ર નામે ઓળખવામાં આવે છે.આ માટે ચૈત્ર સુદ પાંચમની રાત્રે સર્જાતી આકાશમાં ગ્રહોની સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે.આ નિરીક્ષણ પદ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે.રોહણી નક્ષત્ર માલના ગાડથી ઓળખાય છે. ચંદ્રને વસિયત એટલે કે વેપારી કહેવાય છે.મૃગર્શી નક્ષત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે.

૨૦૨૪ની સાલનુ વર્ષ કેવુ રહેશે એનું અનુમાન ચૈત્રસુદ પાંચમ ૧૨ એપ્રિલે શુક્રવારે ૧૩:૧૧  મિનિટ સુધીન ચોથ પછી પાંચમ છે જે ચિત્ર જોવા મળશે એ પ્રમાણે ખાદલી અહી રજુ કરી છીએ અહી ચિત્રમા ખાદલી જોતા વશિયત માલના ગાડાથી પાછળ દુર ચાલે છે જેથી ખેત ઉત્પાદન મધ્યમ સારૂ થાય વશિયત છોકરાથી દુર ચાલે છે જે ખુબ સારુ અને માનવ માટે ભય મુક્ત સુચવે છે. વશિયત રખેવાળ ની નજીક અને સામુ જોઈને ચાલે છે જેથી સરહદ ઉપર ધર્ષણ થઈ શકે છે. 

વાવણી લાયક વરસાદ એટલે કે સાર્વત્રિક વાવણીનુ ચોમાસુ એક અઠવાડિયા પહેલા ૧૨ જુને થશે. તોફાની બેટિંગ સાથે ચોમાસુ આવી પહોંચશે ઓણ સાલ જુન મહિનામાં ૬-૬-૨૦૨૪ ને ગુરૂવારે પાંચ ગ્રહો ભેગા થશે અને જેઠ નુ વદ પખવાડિયુ ૧૩ દિવસનું છે રોહિણી નક્ષત્ર ઉતરતા છેલ્લા દિવસોમાં અમુક વિસ્તારોમાં રોહિણી રેલાઈ મૂગશીર્ષ બેસતાં જ પ્રિમોનસુન એક્ટિવિટી આરંભ થઈ જશે. અને એક અઠવાડિયા પહેલા ૧૨ જુને વરસાદ તિર વેગે આકાશ માથી ઉતરી પડશે. ધણા વિસ્તારમાં વાવણી થઈ જાય પછી ૧૫ જુન થઈ ચોમાસુ નબળું પડી આદ્રા અમુક વિસ્તારોમાં વરશી પડશે. અષાઢ સુદ પાંચમથી પુનમ સુધી ૧૧ જુલાઈ થી ૨૧ જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડમાં નદી - નાળા - તલાવડા છલકાઈ જશે. સુર્ય નક્ષત્ર પુનર્વસુ અડધેથી સોમાસુ જામશે પુષ્પ નક્ષત્ર ઉતરતા નાનકડો રાઉન્ડ રહશે. આશ્ર્લેષા નક્ષત્ર કોઈક વિસ્તારમાં હળવો રાઉન્ડ અને જન્માષ્ટમી નજીક ૨૬ ઓગસ્ટથી વધુ એક મોટો રાઉન્ડ આવશે. ભાદરવે પણ ભરપૂર વર્ષો થતા અમુક વિસ્તારોમાં લિલા દુસ્કારની સ્થિતિ જોવા મળશે. કોઈ વિસ્તારમાં અતિવૃષ્ટિ થશે. અને પછી હાથિયો ગર્જના કરી નૈર્ઋત્યનુ ચોમાસુ વિદાય લેશે. જોકે ચિત્રા નક્ષત્રમાં માવઠું થવાની શક્યતા પણ છે. 

આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરંમપરા છે તેના ઉપરથી તારણ સંભાવના, શક્યતાઓ દર્શાવી શકાઈ છે. છેલ્લા છ વર્ષની આગાહી સચોટ રીતે સાચી પડી છે. પરતું હવે શરૂઆતના દિવસોથી કલાઈમેટ ચેન્જ હવામાનમાં બદલવાની ભયંકર અસર વર્તાઈ રહી છે જે જીવસૃષ્ટિ માટે સારી વાત નથી બાકી બધું કુદરતી છે આ અનુમાન છે. આજ રીતે થાય એવું જરૂરી નથી, તેમ કિશોરભાઈ ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકારા જી મોરબી મો નં ૯૫૮૬૫૯૦૬૦૧એ સ્પષ્ટતા પણ કરી છે.






Latest News