તંત્ર દોડતું: મોરબીના યુવા એડવોકેટે કલેક્ટરના હથિયાર જમા કરાવવાના જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યુ
SHARE
તંત્ર દોડતું: મોરબીના યુવા એડવોકેટે કલેક્ટરના હથિયાર જમા કરાવવાના જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યુ
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા ધડાધડ જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તે દરમિયાન હથિયાર ધારકોને તેના હથિયાર સ્થાનિક પોલીસ મથકોમાં જમા કરવા માટેનું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લાના મોટાભાગના હથિયાર ધારકોએ પોતાના હથિયાર લાગુ પડતા પોલીસ પથકોમાં જમા કરાવી દીધા છે જોકે આશ્ચર્યની વાત એ છે કે જિલ્લા કલેકટર દ્વારા હથિયાર જમા કરવા માટે થઈને જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેને મોરબીના યુવા એડવોકેટ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે જેની આગામી દિવસોમાં સુનાવણી થાય તેવી શક્યતાઓ છે
આગામી તા. ૭ મેના રોજ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે તેને મતદાન થવાનું છે અને તે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા જુદા જુદા જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તેના ભાગરૂપે રાબેતા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે તેવી જ રીતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં હથિયાર ધારકો પાસે રહેલા તેઓના હથિયાર સ્થાનિક પોલીસ મથકોમાં જમા કરાવવા માટે થઈને મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લામાં લગભગ ૧૨૦૦ થી વધુ લોકો પાસે હથિયાર પરવાના છે તે પૈકીના મોટાભાગના હથિયાર ધારકોએ પોતાના હથિયાર રાબેતા મુજબ કલેકટરનું જાહેરનામું બહાર પડતાંની સાથે જ સ્થાનિક પોલીસ મથકોમાં જમા કરાવી દીધેલ છે જોકે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામેના ભાગમાં રજની પ્લાઝામાં ઓફિસ ધરાવતા મોરબીના યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયા દ્વારા જિલ્લા કલેકટરના આ જાહેરનામાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે અને તેની સુનાવણી આગામી શુક્રવારે થાય તેવી શક્યતાઓ છે
અત્રે ઉલેખનીય છે કે કોઈપણ વ્યક્તિને જાનનું જોખમ હોય અથવા તો કીમતી મુદ્દામાલ અથવા મોટી રોકડની હેરાફેરી તેની હાજરીમાં થતી હોય તો તેઓ પોતાના જાનમાલના રક્ષણ માટે થઈને કલેકટર કચેરીમાં હથિયાર પરવાનો મેળવવા માટે તેને અરજી કરતા હોય છે અને ત્યારબાદ તમામ પ્રકારના અભિપ્રાયો મેળવ્યાના અંતે જિલ્લા કલેકટર દ્વારા જે તે વ્યક્તિને હથિયાર પરવાનો ઇસ્યુ કરવામાં આવતો હોય છે જોકે ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે રીતે કલેક્ટર દ્વારા હથિયાર પરવાના વાળા લોકોને તેમના હથિયાર જમા કરાવવા માટે થઈને જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે તે યોગ્ય નથી તેવું જાણવા મળી રહ્યું છે કેમ કે, બોમ્બે હાઈકોર્ટ દ્વારા અગાઉ એક ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં જે પાંચ પ્રકારના અલગ અલગ નિયમો હથિયાર જમા લેવા માટે આપવામાં આવ્યા છે તે મુજબ હથિયાર ધારકો પાસેથી હથિયાર ચૂંટણી દરમિયાન પાછા લેવા માટેના વ્યક્તિગત હુકમ કરવાના થતા હોય છે
વધુમાં મળતી વિગત પ્રમાણે હથિયારનું લાઇસન્સ કે પરવાનો જે કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો હોય તે કોઈ ગુનામાં સંડોવાયેલ હોય, રાઇટીંગ કે અન્ય મારામારીને લગતા કોઈ કેસ હોય અથવા તો ન્યુસન્સ હોય આવી કોઈ બાબતો હોય તો તેમના વ્યક્તિગત ઓર્ડર કરીને તેમના હથિયાર જમા લેવાના થતા હોય છે નહીં કે એક સાથે આખા જિલ્લાના તમામ હથિયાર પરવાના ધારકોના હથિયાર જમા લેવાના. જેથી મોરબીના યુવા એડવોકેટ દ્વારા હાઇકોર્ટમાં જિલ્લા કલેકટરના હથિયાર જમા કરાવવા બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું છે તેને લઈને જિલ્લા કલેકટર તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને આગામી દિવસોમાં નવુ જાહેરાનામુ પ્રસિધ્ધ કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે