મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન


SHARE









મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી છેલ્લા ઘણા સમયથી જુદીજુદી મહિલા ઉત્થાન માટેની કામગીરી કરે છે અને આગીમ સમયમાં જરૂરિયાતમંદ દીકરીઓ તેમજ મહિલાઓને મહેંદી અને બ્યૂટી પાર્લરના કોર્સ ફ્રીમાં શીખવવા માટે ફંડ એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આગામી તા.૨૧ ના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આગામી તા ૨૧ એપ્રિલના રોજ સાંજે ૪ થી ૬ કલાકે મોરબીના શનાળા રોડ ઉપર સાવસર પ્લોટમાં કિશોર નમકીનની સામે આવેલા ૧૩/૧૪ સારડા હાઉસ ખાતે યોજાશે. જેમાં રજિસ્ટ્રેશન ફી ૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે. આ સ્પર્ધા માટે ૧૯  એપ્રિલ સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું ચાલુ રહેશે અને સ્પર્ધા બાદ સાંજે ૬ થી ૭ દરમિયાન ઈનામ વિતરણ કરાશે. અને આ રજિસ્ટ્રેશન માટે રંજના સારડા (૯૭૨૫૬૯૯૯૩૦), કવિતા મોદાની (૭૨૮૪૮૪૨૧૮૯), નમ્રતા બંસલ (૯૬૬૨૪૮૪૩૦૯) અને જ્યોતિ શર્માનો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News