મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના ખોડાપીપર (કોયલી) ગામે કેનાલ પાસે દારૂ નાની ૨૫૫ બોટલ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ


SHARE









મોરબીના ખોડાપીપર (કોયલી) ગામે કેનાલ પાસે દારૂ નાની ૨૫૫ બોટલ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ

મોરબી તાલુકાના ખોડાપીપર (કોયલી) ગામ પાસે કેનાલ પાસે દારૂનો જથ્થો હોવાની હકકિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૨૫૫ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫,૫૦૦ ના મુદામાલને કબ્જે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે હરેશભાઇ આગલ તથા રમેશભાઈ મંધવાને સંયુકતરાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ખોડાપીપર (કોયલી) ગામ પાસે આવેલ કેનાલમાં એક ઇસમ ઇંગ્લીશ દારૂની બોટલો સગેવગે કરે છે જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની બોટલો સગેવગે કરતા એક શખ્સ ત્યાં જોવા મળ્યો હતો જેથી કરીને સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની ૨૫૫ બોટલ કબ્જે કરીને ૨૫,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી મિયાજર ઉર્ફે જગો લક્ષ્મણભાઇ જારીયા જાતે બોરીચા (૨૮) રહે. ખોડાપીપર  (કોયલી) વાળની ધરપકડ કરી હતી અને આ શખ્સને દારૂની બોટલો વિષે પૂછાતા તેને ભુપતભાઇ દેવજીભાઈ કુંભારવાડીયા રહે. ફડસર વાળા પાસેથી દારૂની બોટલો લીધેલ હોવાનું કહ્યું હતું જેથી કરીને પોલીસે બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળ કાર્યવાહી કરેલ છે અને આ કેસની તપાસ પીએસઆઈ બી.એમ. બગડા ચલાવી રહેલ છે




Latest News