મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીના નવા બસ સ્ટેશને આર.કે.ઘૂઘરાના મહિલા વેપારીને ગાળો આપી ટેબલ-ખુરશીના કર્યા ઘા: ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE







પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીના નવા બસ સ્ટેશને આર.કે.ઘૂઘરાના મહિલા વેપારીને ગાળો આપી ટેબલ-ખુરશીના કર્યા ઘા: ત્રણ શખ્સો સામે ફરિયાદ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનમાં આર.કે. ઘુઘરાની દુકાને બેઠેલ મહિલા વેપારી બેઠેલ હતી ત્યારે કોઈપણ કારણો વગર તેને ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ત્યાં દુકાનની બહાર રાખવામાં આવેલ ટેબલ ખુરશી અને કાઉન્ટરના ઘા કરીને તેમાં નુકસાની કરેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાઘપરા શેરી નં-૧૪ માં રહેતી અને સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનમાં આર.કે.ઘુઘરા નામની દુકાન ધરાવતી મહિલા મીરાબેન સનતભાઈ દુબલ જાતે બ્રહ્મ ક્ષત્રિય (૩૨) નામની યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફિક ઈબ્રાહીમ ચાનિયા રહે.પરસોતમ ચોક મોરબી, કાનજી રાવળ રહે. મોરબી અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ તેઓની આર.કે.ઘુઘરા નામની દુકાને આરોપીઓ આવ્યા હતા અને કોઈપણ કારણ વગર ફરિયાદીને ગાળો આપી હતી અને બોલાચાલી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આટલું જ નહીં પરંતુ તેની દુકાનની બહાર પડેલા ટેબલ-ખુરશી અને કાઉન્ટરના ઘા કરીને તેમાં નુકસાની કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.બી. ઝાલા ચલાવી રહ્યા છે.જોકે પોલીસની ઓસરતી જતી ધાક હાલમાં લોકો માટે ચિંતાનો વિષય બની ગયેલ છે. 






Latest News