જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા યોજાઇ, સબજેલ ખાતે પણ ઉજવણી


SHARE







મોરબી જીલ્લામાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા યોજાઇ, સબજેલ ખાતે પણ ઉજવણી

મોરબી જીલ્લામાં દર વર્ષની જેમાં આ વર્ષ પણ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રા સહિતના જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના સ્ટેશન રોડ ઉપરથી મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજના આગવેનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા જ્ઞાતિ સમાજ અને સંગઠનના લોકો પણ હાજર રહ્યા હતા અને મોરબીમાં શોભાયાત્રા નીકળી હતી ત્યારે મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરેઘી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર તેમજ મનુભાઈ સરેસા, ગૌતમભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા અને મોરબી નગરપાલિકાના પટાંગણમાં મૂકવામાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા અને ત્યાં શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી આવી જ રીતે ભારત રત્ન, બંધારણ ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ નિમિતે ટંકારામાં તાલુકા પંચાયત સામે ડો.આંબેડકર ભવનથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી શોભાયાત્રા નીકળી હતી અને આંબેડકર હોલ ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જેમાં પણ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

મોરબી સબજેલ ખાતે ઉજવણી

મોરબી સબ જેલ ખાતે દેશના પ્રથમ કાયદામંત્રી, ભારતના બંધારણ ધડવૈયા, ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે મોરબી સબ જેલના ઇન ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડા તેમજ જેલના કર્મચારીઓ અને જેલના બંદિવાનો દ્રારા ઉજવણી કરવામાં આવી હતી.

 






Latest News