માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે વિદ્યાર્થીના સ્કૂલ લિવિંગ સર્ટિમાં નિયમોને નેવે મૂકીને બાપનું નામ ફેરવી નાખ્યું !


SHARE











વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે વિદ્યાર્થીના સ્કૂલ લિવિંગ સર્ટિમાં નિયમોને નેવે મૂકીને બાપનું નામ ફેરવી નાખ્યું !

વાંકાનેરમાં આવેલ ઇંગ્લીશ મીડીયમની સ્કૂલમાં બાળકના લિવિંગ સર્ટીમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવી માહિતિઉ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

વાંકાનેરમાં આવેલ કીઝલેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના જનરલ રજીસ્ટર નંબર ૩૮૬ પર તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામે ધોરણ સાતમાં પ્રવેશ આપેલ છે તે હકીકતમાં આ બાળક નિર્મલા ફોન્મેન્ટ સ્કૂલના જનરલ રજીસ્ટર નંબર ૨૬૭૧ પર મીંડા જેનિસ વિકાસભાઈના નામે નોંધાયેલ છે આ બાળકનું ધોરણ સાતનું અભ્યાસ ચાલુનું લવિંગ સર્ટી ૧/૭/૨૨ ના રોજ બાળકની માતા સુનિતાબેનને કઢાવ્યું હતું અને કિઝલેન્ડ સ્કૂલના ટ્રસ્ટી મેહુલ શાહના જણાવ્યા મુજબ સુનિતાબેન તેઓની શાળામાં આવેલા અને કહ્યું હતું કે મારા પતિ સાથે અણબનાવ હોય તમામ ઓરીજનલ આધાર પુરાવા એમની પાસે છે એટલે વિદ્યાર્થીનું નામ મીંડા જેનિસ વિકાસભાઈના બદલે તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામથી ધોરણ સાતમાં દાખલ કરેલ છે સમગ્ર શિક્ષા અભિયાનના પોર્ટલ પર તપાસ કરતા તેમાં પણ મીંડા જેનીશ વિકાસભાઈ જ નામ છે અને કિઝલેન્ડ દ્વારા બાળકનું ધોરણ આઠ પાસનું લિવિંગ સર્ટી તા. ૭/૬/૨૩ ના રોજ તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામથી કાઢી આપેલ છે તેમજ આ જ સ્કૂલમાં આ જ બાળકનું બીજું લિવિંગ સર્ટી મીંડા જેનીશ વિકાસભાઈના નામથી કાઢેલ છે આમ કિઝલેન્ડ સ્કૂલ દ્વારા નિયમોને નેવે મૂકીને વિદ્યાર્થીના નામમાં ફેરફાર કેમ કરેલ છે ? વિગેરે બાબતોની તપાસ માટે મોરબીમાં રહેતા તુલસીયાણી અશોકભાઈ કિશનચંદે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અરજી કરી હતી જેથી કરીને તપાસ કમિટીને તપાસ આપવામાં આવી હતી અને તેના અહેવાલ મુજબ કિઝલેન્ડ સ્કૂલમાં વિદ્યાર્થીના લિવિંગ સર્ટીમાં ગોટાળા થયા હોવાનું ખુલ્યું છે જેથી શાળાના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી છે






Latest News