મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ સંકૂલ, વી.સી. હાઇસ્કૂલ, દોશી હાઈસ્કૂલ, આદર્શ નિવાસી શાળા અને ઓરપેટ કન્યા વિદ્યાલયનું બોર્ડમાં ઝળહળતું પરિણામ


SHARE













મોરબી નવયુગ સંકૂલ, વી.સી. હાઇસ્કૂલ, દોશી હાઈસ્કૂલ, આદર્શ નિવાસી શાળા અને ઓરપેટ કન્યા વિદ્યાલયનું બોર્ડમાં ઝળહળતું પરિણામ

મોરબીના બગથળા ગામના રહેવાસી અને નવયુગ સંકુલના વિદ્યાર્થી આર્યન ભેલાએ ધો. 10માં 99.91 PR સાથે 97 ટકા મેળવીને ઝળહળતી સિધ્ધી મેળવેલ છે

મોરબીના બગથળા ગામના રહેવાસી અને નવયુગ સંકુલના વિદ્યાર્થી આર્યન ભેલાએ ધો. 10માં 99.91 PR સાથે 97 ટકા મેળવ્યા છે ત્યારે તેને જણાવ્યુ હતું કે, નવયુગ સંકુલના શિક્ષકો જે ભણાવતા હતા તે રોજનું કામ રોજ કરતો હતો અને સતત તેમજ આયોજન પૂર્વકની મહેનત કરી હતી જેથી આ સિદ્ધિ મળી છે. અને આર્યન હવે આગળ ધોરણ 11-12 માં એ ગ્રુપમાં અભ્યાસ કરી સોફ્ટવેર એન્જિનિયર બનવા ઈચ્છે છે ત્યારે આર્યનના પિતા પ્રવિણભાઈ ભેલાએ જણાવ્યું કે, આ શાળામાં ખૂબ જ ઉત્સાહ સાથે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે અને સાથે વાલી પણ સંતાનના અભ્યાસમાં ધ્યાને આપે એટ્લે ધાર્યું પરિણામ મેળવી શકાય છે આ ઝળહળતી સફળતા માટે નવયુગ ગ્રૂપના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા આર્યન સહિત તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપેલ હતી

આદર્શ નિવાસી શાળા

આદર્શ નિવાસી શાળામાં ધો. 10 માં કુલ 46 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 35 વિદ્યાર્થીઓને ડિસ્ટિન્ક્શન આવેલ છે અને 10 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ આવેલ છે અને આ શાળામાં  પ્રથમ નિતેશ 88.67 ટકા, બીજા ક્રમે રવી 86.33 ટકા અને તૃતિય ક્રમે અશ્વિન 85.50 ટકા મેળવ્યા છે.

દોશી એમ.એસ અને ડાભી એન.આર. હાઈસ્કૂલ

મોરબીની પંચાસર ચોકડીએ આવેલ દોશી એમ.એસ અને ડાભી એન.આર. હાઈસ્કૂલના કૂલ 157 વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી 156 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે અને શાળાના 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. અને હડિયલ મોહિત 98.55 PR અને 93.17 ટકા સાથે શાળામાં પ્રથમ નંબરે આવેલ છે

વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલ

મોરબીની વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 55.69 ટકા આવેલ છે અને ધો.12 સાયન્સનું પરિણામ 81.48 ટકા હતું તેમજ ધો. 12 કોમર્સ-આર્ટ્સનું પરિણામ 81.55 ટકા આવેલ છે જેથી કરીને વી.સી. હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલએ તમામ વિધાર્થીઓને અભિનંદન આપેલ છે.

ઓરપેટ કન્યા વિદ્યાલય

ટંકારામાં શ્રી સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓરપેટ કન્યા વિદ્યાલયનું વર્ષ 2024નું ધો. 10નું 100 ટકા પરિણામ આવેલ છે અને ઓરપેટ વિદ્યાલયની 148 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 11 વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ, 33 વિદ્યાર્થિનીઓને A2 ગ્રેડ, ગણિતમાં 5 વિદ્યાર્થિનીઓને 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.






Latest News