અરવિંદ કેજરીવાલને સુપ્રીમમાંથી જામીન મળતા મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીએ કરી અતિશબાજી
SHARE









અરવિંદ કેજરીવાલને સુપ્રીમમાંથી જામીન મળતા મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીએ કરી અતિશબાજી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં મોરબી જીલ્લા ખાતે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા તેમજ મોરબી જીલ્લા મહામંત્રી ભાવીન પટેલ (એડવોકેટ)ની આગેવાનીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા મહામંત્રી ભરતભાઈ બારોટ અને પંકજભાઈ આદ્રોજા, મોરબી જીલ્લા ઉપ પ્રમુખ ઇક્બાલભાઈ બ્લોચ, યુવા ઉપપ્રમુખ પરીમલ કૈલા અને ઝેનિથ ચડાસનીયા તથા યુવા કાર્યકર્તા- જયેશભાઈ સારેસા તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા
