મોરબીના મકનસર ગામે આવેલ પોલીસ હેડક્વાર્ટ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે સેમિનાર યોજાયો
મોરબી જિલ્લામાં અધિકારીઓની સામુહિક મીલીભગતના લીધે બેફામ ખનીજ ચોરી-ભ્રષ્ટાચાર: જીલ્લા કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ
SHARE
મોરબી જિલ્લામાં અધિકારીઓની સામુહિક મીલીભગતના લીધે બેફામ ખનીજ ચોરી-ભ્રષ્ટાચાર: જીલ્લા કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ
મોરબી જીલ્લામાં ખનીજ ચોરી કરવામાં આવે છે તે અહીના અધિકારીથી લઈને ગાંધીનગર સુધીના અધિકારી અને પદાધિકારીઓને ખબર છે તો પણ ખનીજ ચોરી ઉપર બ્રેક લગતી નથી અને મોરબી જીલ્લાના ખાણ ખનીજ વિભાગમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં ખનીજ વિભાગના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા ખનીજ વિભાગના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ખનીજની ચોરી કરવામાં આવી રહી છે અને મોરબી જીલ્લામાં ખાણ ખનીજ, એલ.સી.બી., એસ.ઓ.જી., તાલુકા તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ તથા આર.ટી.ઓ. સહિતના વિભાગના અધિકારીઓની સામુહિક મીલીભગતના લીધે ખનીજ ચોરી રોકવામાં આવતી નથી અને મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મોરબી જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખને મૌખિક જાણ કરવામાં આવેલ છે આ અને આ ગોરખધંધા અને ભ્રષ્ટાચાર ભાજપના રાજકીય આગેવાનોના ઈશારે ચાલતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે જો તેની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા અધિકારીઓ અને રાજકીય આગેવાનોનો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે
વધુમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ખનીજ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી સિરામિક ઝોન અને બાંધકામ ઝોન જેવા ક્ષેત્રોમાં ખનીજનો બેફામ ઉપયોગ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તાજેત્તરમાં મોરબી જીલ્લામાં બહારના બીજા જીલ્લા અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોને પકડવામાં આવ્યા હતા તો મોરબી જીલ્લાના અધિકારીઓ શું કરે છે ? તેની તપાસ કરવાની જરૂર છે આ ઉપરાંત મોરબી જીલ્લામાં ચાલતા ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારમાં સરકારના અન્ય વિભાગના અધિકારીઓ, રાજકીય આગેવાનો તેમજ તેમના મળતીયાઓ સામે શા માટે કેમ કાર્યવાહી થતી નથી ? તે પણ તપાસનો વિષય છે ત્યારે ખનીજ ચોરી કરનારાઓ સામે અને તેને છાવરનારાઓની સામે આકરા પગલાં લેવાની મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે









